Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના - લહેર પડી ગઈ યાર!


  • Published By :
  • Published Date : 2024-08-20 16:53:25

જો આપણે સારી રીતે રાત્રે ઉંઘી શકતા હોઈએ છીએ, ખડખડાટ હસી શકતા હોઈ શકીએ તો તેને ઈશ્વરની કૃપા માનવી જોઈએ.. અનેક લોકો કહેતા હોય છે કે ઈશ્વરની કૃપા છે એટલે તેમનું જીવન સારી રીતે ચાલે છે. મન અશાંત રહ્યા વગર શાંત રહી શકતું હોય તો ઈશ્વરની કૃપા મનાય. રોગ કે માથા પર દેવું ના થયું હોય તો ઈશ્વરની કૃપા માનવી જોઈએ. ઈશ્વરની કૃપા હોય તો જ માણસ સારી રીતે જીવી શકે તેવું માનનારા લોકો આજે પણ છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના - લહેર પડી ગઈ...  



મારું મન

વિપરીત સ્થિતિમાં પણ

શાંત રહી શકતું હોય


હું ખડખડાટ

હસી શકતો હોઉં

અને

ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં


મને ભૂખ

અને થાક

અને પ્યાસ

લાગી શકતાં હોય


મહારોગ

કે

દેવું ન હોય


મારું પોતાનું એક ઘર હોય

અને

એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી

ખાઈ શકતો હોઉં


વ્હીસ્કીનો એક પેગ લઈને

શનિવારની સાંજે

મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને

પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં


તો


થૅંક યૂ, ગૉડ !

મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!


અને

જીવનના છેલ્લા દિવસ

સુધી બસ આટલું રહી શકે તો..


મરતી વખતે હું કહીશ..

લહેર પડી ગઈ, યાર !


– ચંદ્રકાંત બક્ષી




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે