Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - બની ને માણસ જીવી બતાવો....


  • Published By :
  • Published Date : 2024-02-12 15:11:51

આપણે જ્યારે ઈશ્વરને સ્મરણ કરીએ છીએ ત્યારે આપણને થાય છે કે ઈશ્વર થવું સરળ છે પરંતુ માણસ થવું અઘરૂં છે... એવું માનતા હોઈએ છીએ કે ઈશ્વરને તો માત્ર સાંભળવાનું હોય છે પરંતુ માણસને તો અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. માણસ થવા માટે લાગણીઓને સમજવી પડે છે અને અનેક વખત આંસુ પણ વહાવવા પડે છે. અનેક વખત એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે આંસુ વગર આપણે વાતને દર્શાવી શક્તા નથી. સાહિત્યના સમીપમાં અમે કવિના નામ સાથે રચના રજૂ કરતા હોઈએ છે પરંતુ આ કવિના લેખક કોણ છે તે ખબર નથી! જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખી આપજો..સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના.... 


બની ને માણસ જીવી બતાવો....


કરી શકો તો કરી બતાવો,

ને કોરી આંખે રડી બતાવો.


ગણિત તમારું જો હોય પાકું,

વહ્યાં જે આંસુ ગણી બતાવો.


કર્યા વિના બસ હા-જી બધામાં,

વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.


દશા અમારી સમજવા માટે,

ડુમા ને ડુસકાં ગળી બતાવો.


બહાદુરીની પરીક્ષા કરવા,

લ્યો, ખુદની સાથે લડી બતાવો.


મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,

પ્રભુ એ સપનું ફરી બતાવો.


સરળ છે જીવન કહો છો ઈશ્વર,

બની ને માણસ જીવી બતાવો..



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.