Taarak Mehta શોમાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ 25 દિવસ બાદ આવ્યા ઘરે, આટલા દિવસ અહીંયા રોકાયા હતા સોઢી!


  • Published By :
  • Published Date : 2024-05-18 14:23:11

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરણ સિંહ ગુમ થઈ ગયા છે તેવી ચર્ચાઓ તમે સાંભળી હશે.. ગુમ થઈ ગયા હોવાની વાત સામે આવતા તેમના પરિવારજન તેમના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ પોલીસે તેમની શોધખોળ કરી પરંતુ તે ના મળ્યા હતા.. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 17 મેના રોજ ગુરૂચરન સિંહ ઘરે પાછા આવી ગયા છે.. તે ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તેવી વાત તેમણે કરી હતી.. 22 એપ્રિલે તે દિલ્હીથી મુંબઈ આવવા માટે નિકળ્યા હતા પંરતુ તે ના તો મુંબઈ પહોંચ્યા નાતો ઘરે પાછા આવ્યા..    

ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તારક મહેતા શોના સોઢી! 

ઘણી વખત આપણામાંથી અનેક લોકોને થતું હોય છે કે બધુ છોડીને ક્યાંય જતા રહીએ..! દુનિયાદારીને છોડી દઈએ જેવા વિચારો આવતા હોય છે.. ત્યારે આવો જ કંઈ વિચાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન સિહને આવ્યો અને તે ધાર્મિક યાત્રા પર નિકળી પડ્યા...! અનેક દિવસોથી તે ઘરે પરત ના આવ્યા હતા જેને કારણે તેમના પરિવારજનોને ચિંતા થઈ.. પોલીસમાં ફરિયાદ થઈ અને પોલીસે શોધખોળ શરૂ કરી પરંતુ તે ક્યાં છે તેની જાણ ના થઈ..


તેમને અચાનક અહેસાસ થયો કે...  

આ બધા વચ્ચે ગુરૂચરન સિંહ ઘરે પરત આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જેને લઈ પરિવારે રાહતનો  શ્વાસ લીધો છે... 25 દિવસોથી તે ગુમ હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું કે તે ધાર્મિક યાત્રા માટે ઘરને છોડીને જતા રહ્યા હતા. ગુરૂદ્વારામાં તે અનેક દિવસો રોકાયા.. તે અમૃતસર, લુધિયાણા જેવા શહેરોમાં ગયા અને ત્યાં આવેલા ગુરૂદ્વારામાં રોકાયા પરંતુ અચાનક તેમને અહેસાસ થયો કે તેમને ઘરે પરત ફરવું જોઈએ એટલે તે પાછા ઘરે આવી ગયા.. સોઢી ઘરે પાછા આવી જતા તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.