Gyanvapi Case: મુસ્લિમ પક્ષને ઝટકો, શૃંગાર ગૌરી કેસમાં અલ્હાબાદ HCએ અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-31 20:52:15

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સાથે સંકળાયેલા શૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીને મોટો આંચકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની વાંધા અરજીને ફગાવી દીધી છે. અલ્લાહબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જેજે મુનીરના નિર્ણય બાદ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે જિલ્લા કોર્ટ વારાણસી શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે.આજે જસ્ટિસ જેજે મુનીરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો છે. અગાઉ, દલિલો પૂર્ણ થયા બાદ કોર્ટે 23 ડિસેમ્બર, 2022ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકાર્યો હતો.


મહિલાઓએ પૂજાના અધિકાર માટે કરી હતી અરજી


રાખી સિંહ અને અન્ય નવ મહિલાઓએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા કરવાના તેમના અધિકાર અંગે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી, વારાણસીએ પ્રતિવાદીના દાવો યથાર્થતાની સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991ની જોગવાઈઓ હેઠળ, કોર્ટને દાવો સાંભળવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે સમિતિની અરજી ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદાર અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી વતી વરિષ્ઠ એડવોકેટ એસએફએ નકવી, ઝહીર અસગર, ફાતિમા અંજુમ તથા સામે પક્ષે એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુ જૈન, પ્રદીપ શર્મા, સૌરભ તિવારી, પ્રભાષ પાંડે, વિનીત સંકલ્પ, એડિશનલ એડવોકેટ જનરલ એમસી ચતુર્વેદી, ચીફ પરમેનન્ટ એડવોકેટ બિપિન પંથકના મુખ્ય સ્થાયી વકીલે  દલીલો કરી હતી.


હાઈકોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય


જ્ઞાનવાપી મસ્જિદ એરેન્જમેન્ટ કમિટીની અરજી ફગાવી દેવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર આ મામલામાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક નિર્ણય છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી ધ્યાનમાં લેવા યોગ્ય નથી અને તેને ફગાવી દીધી. આ નિર્ણય દેશના તમામ હિંદુઓ માટે નવી આશા લઈને આવ્યો છે.


મુસ્લિમ પક્ષની દલીલ જ ફગાવી


મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઓર્ડર 7 નિયમ 11 હેઠળ આ અરજી સાંભળવા યોગ્ય નથી. મહિનાઓની સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજ એકે વિશ્વેશની કોર્ટે ગયા વર્ષે 12 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે