અલ્લાહબાદ હાઈકોર્ટે સર્વેમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરાવવાનો આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-12 18:44:08

અલ્લાહબાદ હાઈકોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વચ્ચેના વિવાદમાં મહત્વો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરાવવામાં આવે. કોર્ટે જિલ્લાના જજના આદેશનો પણ રદ્દ કર્યો હતો. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર મિશ્રાની બેંચે ASIની રિપોર્ટના આધારે કથિત શિવલિંગનું સાયન્ટિફિક સર્વેની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આર્કિયોલોજીકલ સર્વેને પણ કહ્યું છે કે શિવલિંગને કોઈ પણ પ્રકારે ખંડિત કર્યા વગર જ તેની વૈજ્ઞાનિક તપાસ કરે"


કાર્બન ડેટિંગ શું છે?


કાર્બન ડેટિંગ એ પ્રક્રિયાનું નામ છે જેનો ઉપયોગ કરીને કોઈ પણ ચીજની ઉંમર જાણી શકાય છે. આ પ્રક્રિયા દ્વારા લાકડું, પથ્થર,બીજાણું, ચામડું, વાળ, કંકાલ, વગેરેની વય જાણી શકાય છે. એટલે કે કોઈ પણ ચીજ જેમાં કાર્બનિક અવશેષ હોય છે, તેની લગભગ ઉંમર આ સિસ્ટમ દ્વારા જાણી શકાય છે. આ જ કારણે ફરિયાદી પક્ષની ચાર મહિલાઓએ જ્ઞાનવાપી પરિસરમાં સર્વેમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કે કોઈ અન્ય આધુનિક સિસ્ટમ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી.


વિવાદનું કારણ અને કાર્બન ડેટિંગનો ઉપયોગ જાણો 


જ્ઞાનવાપી વિવાદ અંગે, હિન્દુ પક્ષનો દાવો છે કે તેની નીચે આદિ વિશ્વેશ્વરનું 100 ફૂટ ઊંચું સ્વયં-પ્રદર્શિત જ્યોતિર્લિંગ છે. કાશી વિશ્વનાથ મંદિર લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે વર્ષ 1664માં મંદિરને તોડી પાડ્યું હતું. ફરિયાદી પક્ષના દાવામાં કહેવામાં આવ્યું છે કે મંદિર તોડીને તેની જમીન પર મસ્જિદ બનાવવામાં આવી હતી, જે હવે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે. જો કાર્બન ડેટિંગમાં કથિત શિવલિંગ તે સમયની આસપાસ મળી આવે તો આ બાબતમાં તેને મોટી સફળતા કહેવાશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.