હાર્દિક અને નતાશાએ હિંદુ રીતિ રિવાજ પ્રમાણે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર


  • Published By :
  • Published Date : 2023-02-17 09:34:15

વેલેન્ટાઈન ડેના દિવસે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ક્રિશ્ચિયન રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઉદેયપુર ખાતે આ મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર મેરેજની તસવીરો શેર કરી છે. જેમાં બંને રોયલ લૂકમાં જોવા મળ્યા હતા. આ લગ્ન સમારોહમાં તેમનો પુત્ર સામેલ હતો. 


Hardik Pandya Wedding: નતાશા અને હાર્દિક પંડ્યાએ શેર કરી લગ્નની નવી તસવીરો, પતિ સાથે સાત ફેરા લેતા જોવા મળી એક્ટ્રેસ

Hardik Pandya Wedding: નતાશા અને હાર્દિક પંડ્યાએ શેર કરી લગ્નની નવી તસવીરો, પતિ સાથે સાત ફેરા લેતા જોવા મળી એક્ટ્રેસ

2020માં સાદાઈથી કર્યા હતા લગ્ન  

કોરોના મહામારીને કારણે હાર્દિક પંડ્યા અને નતાશાએ સાદાઈથી લગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ તેમણે ક્રિશ્ચિયન તેમજ હિંદુ રીતિ રિવાજ અનુસાર બે વખત લગ્ન કર્યા હતા. નતાશા અને હાર્દિકના ડેટિંગની વાતો 2020માં સામે આવી હતી. 2020ની શરૂઆતમાં હાર્દિકે નતાશા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં લખ્યું તૂ મેરી મેં તેરા જાને સારા હિન્દુસ્તાન,#Engaged.જે બાદ સાદાઈથી કોર્ટ મેરેજ કરી લીધા હતા. 

Hardik Pandya and Natasha Stankovic got married according to Christian  customs - હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ  લગ્ન કર્યા News18 Gujarati

Hardik Pandya Natasa Stankovic Wedding Ceremony Udaipur On Valentines Day  Official Pics Out See Photos | Hardik Natasa Wedding: હાર્દિક પંડ્યા અને  નતાશાએ ઉદયપુરમાં કર્યા લગ્ન, સામે આવી પ્રથમ તસવીર

ક્રિશ્ચિયન રીતિ રીવાજ બાદ હિંદુ ધર્મ અનુસાર કર્યા લગ્ન 

14 ફેબ્રુઆરીના રોજ હાર્દિક અને નતાશાએ ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરાઈ હતી જેમાં વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમણે લગ્નની તસવીરો શેર કરી  

Hardik Pandya and Natasa Stankovic renew their wedding vows - The Daily  Guardian

માતા પિતાના લગ્નમાં તેમનો પુત્ર હતો સામેલ  

2020ના રોજ હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લગ્નના બંધનમાં બંધાયા હતા પરંતુ તેમણે ગઈ કાલે ઉદયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શેર કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે માતા પિતાના લગ્નમાં તેમનો બે વર્ષનો દિકરો પણ સામેલ હતો. 14 તારીખે ક્રિશ્ચિયન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે