IND vs WI : ત્રીજી ટી20 મેચ ભારતે 7 વિકેટથી જીતી, હાર્દિક પંડ્યા થયો ટ્રોલ, ફેન્સને યાદ આવી ધોનીની કેપ્ટનશીપ


  • Published By :
  • Published Date : 2023-08-09 20:26:09

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે 7 વિકેટે શાનદાર જીત મેળવી છે, અને સીરીઝ પોતાની હાથમાંથી જતા બચાવી લીધી છે. સૂર્યકુમાર યાદવની ધમાકેદાર 83 રનની ઈનિંગ ઉપરાંત તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે થયેલી ભાગીદારીને લીધે ભારત આ મેચ જીતવામાં સફળ રહી, પણ આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું કે જેના કારણે ઘણાં ક્રિકેટર્સ કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીકા કરી રહ્યાં છે, તેમને ટ્રોલ કરી રહ્યાં છે, તેમજ આજના દિવસે લોકો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કરી રહ્યાં છે. 


કેપ્ટન હાર્દિક પંડ્યાએ કરી આ ભૂલ, ક્રિકેટ ફેન્સને આવી ધોનીની યાદ 

160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સૂર્યકુમારની 83 રનની ઈનિંગ પછી એકદમ મજબૂત હાલતમાં હતી, ત્યારે પીચ પર ઓપનર તિલક વર્મા અને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા હાજર હતા, આ દરમિયાન હાર્દિક પંડ્યાએ તિલક વર્માને કહ્યું હતું કે, મેચ ફિનિશ તારે કરવાની છે,પણ જ્યારે ટીમ ઈન્ડિયાને 3 રનની જરુર હતી, ત્યારે તિલક વર્માએ સિંગલ લીધો અને હાર્દિક પંડ્યા સ્ટ્રાઈક  પર આવ્યાં, તિલક વર્મા 48 રન પર પહોંચ્યાં અને હાર્દિક પંડ્યાએ તિલક વર્માની ફિફ્ટીને મહત્વ આપવાની જગ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરી. જેને કારણે ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. 


હાર્દિક પંડ્યાને લોકો ટ્રોલ કરી રહ્યાં છે અને સ્વાર્થી કહી રહ્યાં છે. ઘણા ફેન્સ આ ઘટનાને યાદ કરીને એમ એસ ધોનીને પણ યાદ કરી રહ્યાં છે. કેમ કે ધોની વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર તરીકે જાણીતા હોવા છતાં પણ તેઓએ ઘણી વાર આવી રીતે યુવા ખેલાડીઓને પોતાની ફિફ્ટી કે સેન્ચ્યુરી પૂરી કરવાની તેમજ મેચ ફિનિશ કરવાની તક આપી છે. આ જ ઘટનાને લઈને હાલ વિરાટ કોહલી અને ધોની વચ્ચેનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં મેચ જીતવામાં માટે એક રનની જરુર હોવા છતાં પણ ધોનીએ મેચ ફિનિશ કરવાની જગ્યાએ કોહલીને સ્ટ્રાઈક આપીને તેમને મેચ ફિનિશ કરવાની તક આપી હતી, કેમ કે વિરાટ કોહલી એ મેચના હીરો રહ્યાં હતા અને તેથી જ ક્રિકેટ ફેન્સનું માનવું છે કે પંડ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરવાની જગ્યાએ તિલક વર્માને તેમની ફિફ્ટી પૂરી કરવાની અને મેચ ફિનિશ કરવાની તક આપવી જોઈતી હતી. 


ભારતે મેચ જીતીને શ્રેણી બચાવી, 2-1ની લીડ સાથે વેસ્ટ ઈન્ડિઝ હજી પણ આગળ

ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યાં હતા, જ્યારે ભારતીય ટીમે સૂર્યકુમાર અને તિલક વર્માની ઈનિંગની મદદથી 17.5 ઓવરમાં જ 160નો લક્ષ્ય હાંસિલ કરી મેચ જીતી લીધી હતી. જેને કારણે હાલ સીરીઝનો સ્કોર 2-1 થઈ ગયો છે, આગામી મેચ 12 ઓગસ્ટના રોજ અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાવાની છે, ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી સરભર કરવા ઉતરશે તેવી દરેક ક્રિકેટ ફેન્સને આશા છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'