હવે હરિયાણામાં જુની પેન્શન સ્કીમની માગ ઉઠી, કર્મચારીઓએ શરૂ કર્યું ઉગ્ર આંદોલન


  • Published By :
  • Published Date : 2023-02-22 20:12:57

દેશના વિવિધ રાજ્યોમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન સ્કિમ (OPS)ની માગ કરી રહ્યા છે. જો કે કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓ તેમની માગને લઈ આક્રમક બન્યા છે. જેમ કે હરિયાણામાં સરકારી કર્મચારીઓ તેમની માગને લઈ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સીએમ મનોહરલાલ ખટ્ટરની સરકારે નરમ વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે કર્મચારીઓની માગને લઈ 3 સભ્યોની એક સમિતીની રચનાની જાહેરાત કરી છે.


સરકારનો કર્મચારીઓને ચર્ચા માટે પ્રસ્તાવ


હરિયાણાની મનોહર લાલ ખટ્ટરની સરકારે કર્મચારીઓને આંદોલન છોડી ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે જુની પેન્સન અને નવી પેન્સન યોજના વચ્ચેનો કોઈ વચલો માર્ગ શોધવા માટે આતુર છે. જો કે કર્મતારીઓએ આકરૂ વલણ અપનાવ્યું છે. તેઓ હિમાચલ પ્રદેશની તર્જ પર જુની પેન્શન સ્કિમ ફરીથી લાગું કરવાની માગ પર અડગ છે. 


કર્મચારી સંગઠનોએ શું કહ્યું?


જુની પેન્શન સ્કીમ અંગે કર્મચારીઓનું કહેવું છે કે તેનાથી કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. કર્મચારીઓને નવી પેન્શન સ્કીમથી ખુબ નુકસાન થઈ રહ્યું છે. નવી પેન્શન સ્કિમ શેર બજાર પર આધારીત છે, કર્મચારીઓનું પેન્સન શેર બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે.


આ રાજ્યોએ OPS લાગુ કરી


દેશના પાંચ રાજ્યો એવા છે જ્યાં કર્મચારીઓની માગ પર જુની પેન્શન સ્કિમ ફરી અમલી બનાવી છે. આ રાજ્યોમાં મુખ્યત્વે કોંગ્રેસની સરકારો છે. OPS ફરીથી અમલી બનાવનારા રાજ્યોમાં રાજસ્થાન, છત્તીશગઢ, હિમાચલ પ્રદેશ અને આમ આદમી પાર્ટી શાસિત પંજાબનો સમાવેશ થાય છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે