HDFC બેંક બની દુનિયાની સાતમી સૌથી મોટી ધિરાણકર્તા, 100 અબજ ડોલર માર્કેટ કેપ ક્લબમાં મેળવ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-07-17 16:24:48

બેંકિંગ સેક્ટરમાં પણ ભારત હવે દુનિયાના ટોચના અર્થતંત્રને ટક્કર આપી રહ્યું છે, ભારતની બેંકો અમેરિકા અને ચીનને સ્પર્ધા આપી રહી છે.  HDFC લિમિટેડનું HDFC બેંકમાં વિલય થયું છે. HDFC બેંક સોમવારે 100 અબજ ડોલરના માર્કેટ કેપવાળી ફાયનાન્સ કંપનીઓ અને બેંકોના વૈશ્વિક ક્લબમાં સામેલ થઈ ગઈ છે. HDFC બેંક લગભગ 151 અબજ ડોલર કે 12.38 લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યુ પર ટ્રેડ કરતા મોર્ગન સ્ટેનલી અને બેંક ઓફ ચાઈના જેવી અગ્રણી બેંકોથી પણ મોટી બની ગઈ છે. HDFC બેંક દુનિયાની સોથી મોટી ઋણદાતા કંપની બની ગઈ છે.


7 બેંકોના ક્લબમાં મેળવ્યું સ્થાન


HDFC બેંક જેપી મોર્ગન ( 438 બિલિયન ડોલર), બેંક ઓફ અમેરિકા (232 બિલિયન  ડોલર), ચીનની ICBC ( 224 બિલિયન ડોલર), એગ્રીકલ્ચરલ બેંક ઑફ ચાઇના ( 171 બિલિયન  ડોલર), વેલ્સ ફાર્ગો ( 163 બિલિયન  ડોલર) અને HSBC ( 160 બિલિયન  ડોલર) થી પાછળ છે. મર્જ થયેલી એન્ટિટી તરીકે, એચડીએફસી બેંક વૈશ્વિક રોકાણ કંપનીઓ મોર્ગન સ્ટેનલી ( 143 બિલિયન  ડોલર) અને ગોલ્ડમેન સૅક્સ ( 108 બિલિયન  ડોલર) કરતાં વધુ એમ-કેપ ધરાવે છે.


HDFC બેંકનો નફો વધ્યો


પ્રાઈવેટ સેક્ટરના HDFC બેંકે ચાલુ નાણાકિય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. HDFC બેંકના નફામાં 30%નો વધારો, જૂન ક્વાર્ટરના આંકડા જાહેર થયા. HDFC બેંકે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરના પરિણામો અનુસાર, કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 30 ટકાનો વધારો થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 11,952 કરોડ રહ્યો છે, જે બજારના અનુમાન કરતાં રૂ. 11,000 વધુ છે. વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં HDFC બેન્કની આવક પણ વાર્ષિક ધોરણે 39 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને તે વધીને રૂ. 57,817 કરોડ થઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે