હાર્ટ એટેકે લીધો યુવાનનો ભોગ! સાફો બાંધતી વખતે બગડી વરરાજાની તબિયત, નીચે પડ્યો પરંતુ ફરી ન ઉઠી શક્યો, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-31 16:56:54

કોરોના મહામારી બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જીમમાં કસરત કરતી વખતે તો કોઈ ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સીબીએસસીમાં દીકરાના સારા માર્ક્સ આવવાની ખુશી માતા માટે જીવલેણ સાબિત થઈ હતી. ત્યારે ઉત્તરપ્રદેશથી એક સમાચાર આવ્યા જેમાં તૈયાર થઈ રહેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો. પરિવારના સભ્યો વરરાજાને હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. 


ડાન્સ કરતા કરતા કાકાને આવ્યો હતો એટેક!

કાળને કોઈ જાણી શકતું નથી. મોત ક્યારે આવશે તેની જાણ કોઈને હોતી નથી. અણધારી રીતે લોકો દુનિયાથી વિદાય લઈ રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જાય છે. થોડા સમય પહેલા છત્તીસગઢના બોલોદથી એક ઘટના સામે આવી હતી જેમાં ભત્રીજીના લગ્નમાં નાચતા કાકા ડાન્સ કરતા કરતા મોતને વ્હાલા થઈ ગયા. સ્ટેજ પર બેઠા અને અચાનક ઢળી પડ્યા. તપાસ બાદ જાણ થઈ કે હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મોત થયું હતું. તે સિવાય કોઈ યોગા કરતા કરતા, કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. 


જાન માટે તૈયાર થતાં વરરાજાને આવ્યો હાર્ટ એટેક!

ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં જાન માટે તૈયાર થઈ રહેલા વરરાજાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બહરાઈચના અટવા ગામની 29મેની છે. જાન જવાની તૈયારી થઈ રહી હતી. વરરાજા તૈયાર થઈ રહ્યા હતા. વરરાજાએ દુલ્હાના કપડા પણ પહેરી રહ્યા હતા અને તે દરમિયાન તેમની તબિયત બગડી અને તે નીચે પડી ગયા. હોસ્પિટલ પણ તેમને ખસેડવામાં આવ્યા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. ડોક્ટરે જણાવ્યું કે રાજકમલનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ખુશીની ક્ષણ માતમમાં ફેરવાઈ ગઈ હતી.      

    



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.