ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 15 દિવસમાં હિંદુ મંદિર પર ત્રીજો હુમલો, ખાલીસ્તાની સમર્થકોઓ કરી તોડફોડ


  • Published By :
  • Published Date : 2023-01-23 14:09:29

ઓસ્ટ્રેલિયામાં 15 દિવસમાં ત્રીજી વખત ફરી એક વખત હિંદુ મંદિર પર હુમલો થયો છે. મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થક સતત હિંદુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ પણ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર હુમલો થયો હતો. 


મંદિરની દિવાલો ખાલિસ્તાની સુત્રો 


મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં હિંદુ મંદિરને તોડવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર ખાવિસ્તાનના સમર્થનમાં સુત્રો લખ્યા છે. ઈસ્કોન મંદિર જેને હરે કૃષ્ણ મંદિરના નામથી પણ ઓળખાય છે. મેલબોર્નમાં ભક્તિ યોગ આંદોલનનું એક પ્રસિધ્ધ કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિર મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિર સાથે તોડફોડ કરવામાં આવી અને દિવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ જેના સુત્રો પણ લખવામાં આવ્યા હતા.




હિંદુઓએ હુમલાને વખોડ્યો


ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં હિંદુ મંદિરોને જે પ્રકારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેનાથી સ્થાનિક હિંદુ સમાજ પણ દુખી છે. ઈસ્કોન મંદિરના એક કર્મચારીએ જણાવ્યું કે જે લોકો શાંતિપૂર્ણ હિંદુ સમુદાય વિરૂધ્ધ પોતાના નફરતભર્યો એજન્ડો ચલાવી રહ્યા છે તેમ છતા બે સપ્તાહમાં વિક્ટોરિયા પોલીસ  તે લોકો સામે વિરૂધ્ધ કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના અધ્યક્ષ મકરંદ ભાગવતે પણ આ અંગે કહ્યું કે પૂજા સ્થળોની સામે કોઈ પણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વિકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે