વિદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેનેડામાં ફરી એક વખત હિંદુ મંદિરને નિશાન બનાવામાં આવ્યું છે. કાળા કપડાં અને માસ્ક પહેરીને આવેલા લોકોએ ઓંટારિયો સ્થિત મંદિરની દિવાલ પર નફરતભરેલા લખાણ લખવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ પહેલી ઘટના નથી જ્યાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોય પરંતુ 6 મહિનાની અંદર આ પાંચમી ઘટના છે જેમાં હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.
હિંદુ મંદિરમાં કરાઈ તોડફોડ!
મંદિરોને હિંદુઓની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદેશની ધરતી પરથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જે દુખી કરે એવા છે. વિદેશની ધરતી પર હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે. કેનેડાથી ફરી એક વખત આવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે ઉપરાંત આપત્તિજનક સૂત્રો પણ લખવામાં આવ્યા છે. કાળા કપડા પહેરી અને માસ્ક લગાવી અજાણ્યા લોકોએ ઓંટારિયોમાં સ્થિત મંદિરની દિવાલો પર લખાણ લખ્યું ઉપરાંત તોડફોડ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
આ અગાઉ પણ મંદિરો પર થયા છે હુમલો
આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ મામલે કેનેડાના વિંડસર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ ઘટનાને અંજામ આપવા ત્રણ લોકો આવ્યા હતા. બે લોકો મંદિરની દિવાલો પર લખાણ લખી રહ્યા હતા જ્યારે એક વ્યક્તિ આજુ બાજુ નજર રાખી રહ્યો હતો. કેનેડામાં હિંદુ મંદિરો પર થતાં હુમલાની આ બીજી ઘટના છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાથી આવી ઘટના સામે આવી હતી. ત્યારે હિંદુ મંદિરો પર થતાં હુમલાઓ ચિંતાનો વિષય બન્યો છે.






.jpg)








