યૂનિલીવરે Dove અને Tresemmé શેમ્પૂ પાછા ખેંચ્યા, વૈજ્ઞાનિકોએ કેન્સરની સંભાવના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-26 19:55:33

વિશ્વની પ્રખ્યાત FMCG કંપની યુનિલીવરે બજારમાંથી ડવ (Dove) અને ટ્રેસેમે (Tresemme) સહિતના ઘણા શેમ્પૂ પાછા મંગાવ્યા છે. યુનિલિવરના આ શેમ્પૂ બ્રાન્ડ્સ કેન્સરનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે કંપનીએ આ શેમ્પૂ બ્રાન્ડ્સને બજારમાંથી પાછી ખેંચી લીધી છે. શેમ્પુ પાછા ખેંચવાની આ કવાયત અમેરિકાના માર્કેટમાં કરવામાં આવી છે. આ શેમ્પૂ બ્રાન્ડ્સમાં Dove, TRESemmé, Nexxus, Suave, TIGIનો સમાવેશ થાય છે. માથામાં વધુ પડતા ડેન્ડ્રફના કિસ્સામાં આ શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ ઑક્ટોબર 2021 પહેલાં ઉત્પાદિત શેમ્પૂને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ 30 થી વધુ એરોસોલ સ્પ્રે હેર કેર ઉત્પાદનો પાછા મંગાવ્યા છે, તેમાં ડ્રાય શેમ્પૂ અને ડ્રાય કન્ડિશનરનો સમાવેશ થાય છે.


Dove અને Tresemme શેમ્પૂથી કેન્સરનો ખતરો


અમેરિકાના મીડિચા રિપોર્ટ પ્રમાણે યુનિલિવરના આ શેમ્પમાં બેંઝીન (benzene) કેમિકલ મળી આવે છે, વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કેમિકલના ઉપયોગથી કેન્સર થઈ શકે છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના જણાવ્યા પ્રમાણે આ પ્રોડક્ટસ ઓક્ટોબર 2021થી પહેલા બનાવવામાં આવ્યા હતા અને સમગ્ર દેશમાં રિટેલર્સને ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવ્યા હતા.


કેટલું ખતરનાક છે બેંઝીન?


અમેરિકાના આરોગ્ય નિયામક FDAએ તેની રિકોલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બેંઝીનથી માણસોમાં કેન્સર થઈ શકે છે. બેંઝીન અનેક રીતે મનુષ્યોના શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ સુંઘવાથી, મોં અને ત્વચા દ્વારા શરીરમાં જઈ શકે છે. તેનાથી લ્યૂકેમિયા અને બ્લડ કેન્સર થઈ શકે છે. FDAનું કહેવું છે કે લોકોએ આ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ અને પોતાના પૈસા પાછા મેળવવા વિઝીટ કરવી જોઈએ. જો કે આટલા મોટા વિવાદ છતાં યૂનિલિવરે તાત્કાલિક કોઈ સ્પ।ષ્ટીકરણ આપ્યું નથી. 



22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....