Gujaratમાં અલગ અલગ જગ્યાઓ પર બની Hit and runની ઘટના, રફતારના કહેરે લીધો આટલા લોકોનો ભોગ...


  • Published By :
  • Published Date : 2024-03-14 13:43:38

હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં  ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. આજકાલ લોકો એટલા બેફામ બનીને વાહન ચલાવતા હોય છે જાણે રસ્તો તેમના બાપાનો હોય. બાપના બગીચામાં જાણે વાહન ચલાવતા હોય તેવી રીતે લોકો વાહન ચલાવતા હોય છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. એ ઘટના અમદાવાદથી સામે આવી છે જ્યારે બીજી ઘટના જૂનાગઢથી સામે આવી છે. જૂનાગઢમાં એક વ્યક્તિનું નહીં પરંતુ ત્રણ ત્રણ વ્યક્તિના મોત હિટ એન્ડ રનની ઘટનામાં થયા છે. ઈકો કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે. 

In Junagadh, three youths were killed when an eco car collided with a bike in a hit and run near Bantwa જૂનાગઢમાં રફ્તારનો કહેર, બાટવા નજીક હિટ એન્ડ રનમાં ઇકો કારે બાઈકને ટક્કર મારતાં ત્રણ યુવકોના મોત

જ્યાં સુધી ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરવાળાઓને રહેતું હોય છે ટેન્શન!

અકસ્માત શબ્દ આજકાલ ઘણો સામાન્ય બની ગયો છે. પ્રતિદિન અનેકો અકસ્માત થાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તેમાં મુખ્યત્વે જવાબદાર હોય છે વાહનની ગતિ. લોકો એટલી સ્પીડમાં વાહન ચલાવતા હોય છે કે જો બ્રેક લગાવવાની આવે તો પણ તે મુશ્કેલ સાબિત થાય, આજકાલ લોકો એવી રીતે ગાડી રસ્તા પર ચલાવી રહ્યા છે જાણે આ રસ્તો તેમના બાપનો..! અનેક લોકોને રસ્તા પર આપણે સ્ટંટ કરતા જોયા છે. આજકાલ તો કદાચ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં સુધી આપણે ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરના લોકોને ચિંતા રહેતી હોય છે. 


જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં થયા ત્રણ લોકોના મોત 

અકસ્માત, હિટ એન્ડ રનની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર હિટ એન્ડ રનની ઘટના બની છે અને તેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક અકસ્માત જૂનાગઢમાં સર્જાયો છે જ્યારે બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાટવા નજીક હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે જેમાં બે લોકો બાંટવાના હતા જ્યારે એક વ્યક્તિ માણાવદરનો હતો. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજો અકસ્માત અમદાવાદના વસ્ત્રાલમાં સર્જાયો છે જેમાં એક મહિલાનું મોત વાહનની અડફેટે આવતા થઈ ગયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો છે.  મહત્વનું છે કે કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.