ગૃહમંત્રી અમિત શાહ ફરી સાબિત થયા રાજનીતિના "શાહ"


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-04 18:50:49

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.  પશ્ચિમ બંગાળ ભારતની પૂર્વ દિશામાં આવેલું રાજ્ય કે જે લોકસભાની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સૌથી મહત્વનું રાજ્ય છે. જ્યાં લોકસભાની કુલ ૪૨ બેઠકો આવેલી છે. ભારતીય જનતા પાર્ટીને ખુબ પહેલાથી જ બંગાળમાં સત્તા કબ્જે કરવાનું સપનું હતું. ત્યારે , હવે આજે વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ સામે આવ્યા , ભાજપે ૧૯૮ બેઠકો સાથે સત્તા કબ્જે કરી છે. 

Bengal will see end of infiltration after 2026 Assembly election: Amit Shah  slams TMC in Kolkata - India News | The Financial Express

ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે આ બમ્પર જીત હાંસિલ કરી છે? ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૬ના વર્ષમાં ૩ બેઠકો , ૨૦૨૧માં ૭૭ બેઠકો અને આ વખતે ૧૯૮ બેઠકો મળી છે. ૨૦૨૧ની ઘણીબધી ભૂલોમાંથી ભાજપે પોતાની કામગીરીને રેક્ટિફાઈ કરી છે. જેમ કે, ૨૦૨૧માં આખી ભારતીય જનતા પાર્ટી બંગાળના લોકલ નેતાઓથી લઇને બહારના નેતાઓ સીધા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અટેક કરી રહ્યા હતા. પૂર્વ પ્રભારી કૈલાસ વિજયવર્ગીય તો રોજ સવારે ઉઠીને મમતા બેનર્જીને વખોડતા હતા.  આ વખતે ભાજપે CM મમતા બેનર્જીને ડાઇરેક્ટ અટેક કરવાનું ટાળ્યું છે. આ જ કારણ છે, મમતા બેનર્જી તેમની પર જેટલા પણ પ્રહાર થયા તેને બંગાળની અસ્મિતા સાથે ના જોડી શક્યા. બંગાળમાં TMCનો જે પ્રયાસ હતો કે , ભાજપને બોહીરાગૌતો તરીકે ચીતરવામાં આવે તે નિષ્ફળ રહ્યો છે. બોહીરાગૌતોનો મતલબ બાહરી થાય છે. 

Amit Shah Kolkata: কলকাতায় অমিত শাহ, সরকারি অনুষ্ঠান সেরেই বৈঠকে বসবেন  বঙ্গ BJP-র নেতাদের সঙ্গে - amit shah in kolkata to meet west bengal bjp  leaders post bsf event meeting prb -

પશ્ચિમ બંગાળની આ ચૂંટણીઓએ સાબિત કરી દીધું છે કે, ગૃહમંત્રી અમિત શાહ એ ચાણકય છે. તેમના ઈલેક્શન મેનેજમેન્ટની તોલે કોઈ પણ નેતા આજની તારીખમાં ઉભો રહી શકે તેમ નથી.  કેમ કે, અમિત શાહ સપ્ટેમ્બર ૨૦૨૫થી બંગાળની પાછળ લાગી ગયા હતા. તેમણે પોતાના સૌથી વફાદાર સાથીઓ , સનિલ બંસલ અને ભુપેન્દ્ર યાદવને બંગાળ જીતવા લગાવ્યા હતા.  બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની આ જીતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ખુબ મોટો ફાળો છે , કેમ કે, RSS દ્વારા બંગાળમાં નાની નાની ૧ લાખ સભાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત RSSના કાર્યકરોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે.  ભાજપે , બંગાળમાં પોતાની પ્રચારની રણનીતિ આ વખતે બદલી નાખી હતી, તેમણે સૌથી વધારે ફોકસ લોકલ મુદ્દાઓ પર કર્યું , જેમ કે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે પછી , ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. બંગાળમાં જે રીતે મમતા સરકાર દ્વારા લક્ષ્મી ભંડાર યોજના અંતર્ગત રેવડીઓ વહેંચવામાં આવી તેની અસર પણ નાબૂદ થઇ ગઈ. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે