સંતરામપુરના આદિવાસી પરિવારનો કિરણ શિક્ષક બનવા માટે ગાંધીનગરમાં કેવી રીતે જીવે છે? ગુજરાન કરવા માટે ઝોમેટોમાં નોકરી કરે અને....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-16 15:22:35

સપના પૂરા કરવા માટે સંઘર્ષ કરવો પડે છે... આ વાત આપણે સાંભળીએ તો સાચી લાગે પરંતુ પોતાના સપના પૂરા કરવા માટે જો આંદોલનો કરવા પડે અને તો પણ તેનું પરિણામ ના આવે તો? નાના શહેરોમાંથી મોટા શહેરોમાં જ્યારે માણસ આવે છે ત્યારે તે પોતાની આંખોમાં સપનાઓ લઈને આવે છે, કંઈ કરી છૂટવાની આશા લઈને આવે છે.... પોતાના પરિવારનું નામ રોશન કરવાની આશા લઈને આવે છે. પરંતુ જ્યારે તે આશાઓ પર પાણી ફરી જાય ત્યારે? જ્યારે સપના પૂરા કરવા માટે આંદોલનો કરવા પડે ત્યારે? જ્યાં સુધી વાત કરવાની હોય છે ત્યાં સુધી આપણને બધું સહેલું લાગે પરંતુ જ્યારે તે વાસ્તવિક્તા આપણે જોઈએ ત્યારે ખબર પડે કે કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે આ જગ્યા પર પહોંચવા માટે...

જ્યારે કોઈ આંદોલન કરે છે પોતાના હક માટે તો આપણને એમ થાય કે લોકોને આદત થઈ ગઈ છે રસ્તા પર ઉતરવાની.. પરંતુ ક્યારેય આપણે તેમના દ્રષ્ટિકોણથી પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી છે? ટેટ ટાટ પાસ ઉમેદવાર જ્યારે આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે અનેક લોકો તેનો વિરોધ કરતા હોય છે પરંતુ શિક્ષક બનવા માટે કેટલા વર્ષોની મહેનત કરી છે તેની વાત નથી કરતા.. કેટલી મહેનત કરી તેઓ અહીંયા આવ્યા હશે, કેવી રીતે પોતાનું જીવન ગુજારતા હશે તેની આપણને જાણ નથી.. સમય અને પૈસાની કટોકટીમાં કેવી રીતે મેનેજ કરે છે તેના વિશે આપણે નથી વિચારતા.. ત્યારે જમાવટે એક નવી પહેલ શરૂ કરી છે.. એવા લોકો સાથે એક દિવસ વિતાવશે જેમની પરિસ્થિતિની કલ્પના પણ આપણે ના કરી શકીએ. 

જમાવટની ટીમ પહોચી હતી ગાંધીનગર જ્યાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો રહે છે અને તેમની સાથે 24 કલાક વિતાવ્યા હતા.. મહેનત કરી, નાની ઓરડીમાં રહી આ ઉમેદવારો કંઈક બનવા આવ્યા છે.. સંતરામપુરથી શિક્ષક બનવા માટે આવેલા કિરણે જણાવ્યું કે તેમના પાસે બિઝનેસ શરૂ કરી શકાય એટલા પૈસા નથી, રોજગારી પણ નથી જેને કારમે તેમની પાસે સરકારી નોકરી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી.. જ્યારે કોઈ તેમને પૂછે કે હજી નોકરી નથી લાગ્યા તો તે જવાબ નથી આપી શકતા..  કારણ કે સરકાર પરીક્ષા પૂરી જ નથી કરતી..! વાંચવા માટે તેઓ લાઈબ્રેરી જાય છે અને કલાકો સુધી મહેનત કરે છે. લાઈબ્રેરીમાંથી આવ્યા બાદ તે લોકો જલ્દી ખાવાનું બનાવી દે છે કારણ કે તેઓ પરીક્ષાની તૈયારીની સાથે સાથે ઝોમેટોમાં પણ કામ કરે છે. નોકરી કરવાથી તેમને થોડો આર્થિક ટેકો રહે.. 




કોઈ પણ માતા પિતા ના ઈચ્છે કે તેમનો બાળક ખુલ્લા પગે દોડે.. કિરણભાઈ ના પપ્પા ઈચ્છતા ના હતા કે તે ખુલ્લા પગે દોડે એટલે તેમણે પૈસા મોકલાવ્યા પરંતુ તે પૈસાનો ખર્ચ આંદોલન કરવામાં થઈ ગયો અને તે બુટ ના ખરીદી શક્યા અને આજે તે ખુલ્લા પગે દોડવાની પ્રેક્ટિસ કરે છે..સવારે 7 વાગ્યે તે દોડવા જાય છે.. ત્યાં બીજા અનેક ઉમેદવારો હતા જે કસરત કરે છે. ઉમેદવારોનું કહેવું છે આ શારીરિક કસરતથી થાક નથી લાગતો પણ સરકાર અમને થકવી દે છે.. જ્યારે વિરોધ શા માટે કરવામાં આવે છે તેનો પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે લોકોને કાયમી રોજગારી નથી મળતી.. કંપનીનું નક્કી ના હોય કે કાયમી રોજરાગી મળશે કે નહીં.. સરકારી નોકરી જો ઘરની નજીક મળી રહે તે માટે સરકારી નોકરીને પ્રાધાન્ય આપીએ છીએ..  


ઉલ્લેખનિય છે કે કાયમી શિક્ષક બનવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં જ્યારે જ્યારે રસ્તા પર ઉમેદવારો પોતાની માગ સાથે ઉતરે છે ત્યારે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે દ્રશ્યો આપણે જોયા છે.. જે રીતે ઉમેદવારોને ઢસેડવામાં આવે છે, જે રીતે તેમની અટકાયત કરવામાં આવે છે તે પણ આપણે જોયું છે.. આંદોલન કરતી વખતે આપણે ઉમેદવારો વિશે આસાનીથી કહી દેતા હોઈએ છીએ પરંતુ તેમના માટે એ નોકરી કેમ મહત્વની છે, નોકરી મેળવવા કેટલો સંઘર્ષ કર્યો હોય છે, કેટલા સપનાઓનું બલિદાન કર્યું હશે અને તે આ જોયા બાદ કદાચ તમને ખબર પડે તેવી આશા...આ માત્ર કિરણનું કહાણી નથી આવા તો લાખો ઉમેદવારો હશે જે આવી મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને સપના પૂરા કરવા માટે મહેનત કરે છે... 



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.