JDU નીતિશને PM ચહેરો જાહેર કરશે! પૂર્ણિયામાં મહાગઠબંધનની જાહેરાત થશે, 7 રાજકીય પક્ષોનું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-02-24 14:30:59

લોકસભા ચૂંટણી 2024 અને બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકારણ ગરમાયું છે. મહાગઠબંધન પહેલા જ વિપક્ષો એકતાની કવાયતમાં વ્યસ્ત છે. નીતીશ કુમાર વિપક્ષી એકતા માટે સમગ્ર દેશના પ્રાદેશિક પક્ષોને એક મંચ પર લાવવા માટે સક્રિય છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહાગઠબંધનના સાત પક્ષો વતી બિહારમાં 25 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત એકતા રેલીમાં JDU વડાપ્રધાન પદના ચહેરા તરીકે મુખ્યમંત્રી નીતિશ કુમારના નામની જાહેરાત કરવામાં આવશે.


બિહારના પૂર્ણિયામાં શક્તિ પ્રદર્શન


25 ફેબ્રુઆરીના દિવસે બિહારના પૂર્ણીયામાં આયોજીત વિપક્ષોની એકતા રેલી પર ભાજપ સહિત એનડીએમાં સામેલ અન્ય પક્ષોની નજર છે. બિહારમાં સરકાર રચાયા બાદ મહાગઠબંધનની પૂર્ણિયામાં આ પહેલી મોટી રેલી છે. આ રેલીમાં મહાગઠબંધનના નેતા ઓ કેન્દ્ર દ્વારા રાજ્યની ઉપેક્ષા અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દાઓ ઉઠાવશે.


નીતિશના નજીકના નેતાનો ખુલાસો 


જેડી(યુ)ના એક વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારની કેબિનેટના મંત્રીએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે તેઓ પીએમ પદ માટે નીતિશ કુમારના નામની જાહેરાત કરશે. નેતાએ કહ્યું કે અન્ય કેટલીક પાર્ટીઓએ પણ અમારા પગલાને સમર્થન આપ્યું છે. પરંતુ આજે હું તેમના નામ જાહેર કરીશ નહીં. મહાગઠબંધનના સૂત્રોએ જણાવ્યું કે શાસક સાથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પણ આ પગલાને સમર્થન આપ્યું છે. નીતીશ કુમારે ઘણી વખત પીએમ ચહેરો હોવાના આવા દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમને વડાપ્રધાન બનવામાં રસ નથી.


નીતીશ PMનો ચહેરો હશે


જ્યારે મીડિયાએ નીતીશ કુમારને આ બાબતે પૂછ્યું તો તેમનો જવાબ હતો કે બધું બકવાસ છે. દરમિયાન, બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 ફેબ્રુઆરીએ ચંપારણના વાલ્મિકીનગર સંસદીય ક્ષેત્રના લૌરિયામાં પાર્ટી કાર્યકરોના સંમેલનને સંબોધિત કરવાના છે. બાદમાં તેઓ સ્વાતંત્ર્ય સેનાની અને પીઢ ખેડૂત નેતા સ્વામી સહજાનંદ સરસ્વતીની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે બાપુ ઓડિટોરિયમ, પટના ખાતે કિસાન મજદૂર સમાગમને પણ સંબોધશે. ઓગસ્ટ 2022માં JD(U)એ ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ શાહની બિહારની આ ત્રીજી મુલાકાત હશે. પૂર્ણિયાની રેલીમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, તેમની પાર્ટીના ટોચના નેતાઓ, નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને ડાબેરી પક્ષોના કેટલાક ટોચના નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ બિમાર હોવાથી વર્ચ્યુઅલ રીતે રેલીને સંબોધિત કરશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.