સાબુ, ટુથપેસ્ટ અને શેમ્પુ જેવી ચીજોની કિંમતો વધશે, હિંદુસ્તાન યૂનિલીવરે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-20 12:13:56

મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે વધુ એક માઠા સમાચાર છે. જીવન જરૂરીયાતની ચીજો જેવી કે સાબુ, ટુથપેસ્ટ અને શેમ્પુ જેવી ચીજોની કિંમતો વધવાની છે.  રિન, લક્સ, લાઈફબોય,  ફેર એન્ડ લવલી, હોર્લિક્સ જેવી ક્ન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપની હિંદુસ્તાન યુનીલીવર (HUL)તેની પ્રોડક્ટની કિંમતો વધારી શકે છે.  


પેરેન્ટ કંપનીએ માગી રોયલ્ટી


હિંદુસ્તાન યુનીલીવર (HUL)ના જણાવ્યા પ્રમાણે તેની પેરેન્ટ કંપની યુનિલીવર પીએલસીએ રોયલ્ટી ફિમાં 80 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વૃધ્ધી ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. યુનિલીવરમાં 10 વર્ષમાં પહેલી વખત રોયલ્ટી ફિ વધારવામાં આવી છે. આ પહેલા વર્ષ 2013માં તેમાં વધારો કરાયો હતો. 


રોયલ્ટી ફિ 3 તબક્કામાં ચૂકવાશે


HULએ જણાવ્યું છે કે નવા એગ્રીમેન્ટ મુજબ રોયલ્ટી અને સેન્ટ્રલ સર્વિસીસ ફિ વધારીને 3.45 ટકા કરવામાં આવી છે. ગત નાણાકિય વર્ષમાં તે 2.65 ટકા હતી. ગત નાણાકિય વર્ષમાં HULની રેવન્યુ 51,193 કરોડ રૂપિયા રહી જે એક વર્ષની તુલનામાં 11.3 ટકા વધુ છે. તેમાથી કંપનીએ તેની પેરેન્ટ કંપનીને 2.65 ટકા રોયલ્ટી ફિ ચૂકવી હતી.રોટલ્ટી ફિમાં 80 બીપીએસની વૃધ્ધી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. તેનાથી HULની રોયલ્ટી ફિ ફેબ્રુઆરીથી ડિસેમ્બર 2023 માટે 45 બીપીએસ વધી જશે. આ જ પ્રકારે 2024માં તેમાં 25 બીપીએસ અને 2025માં 10 ટકાની વૃધ્ધી થશે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.