અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટક્યું વિનાસક 'ઈયાન' વાવાઝોડુ, 47 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:37:38

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભયાનક વાવાઝોડા 'ઈયાન'ને કારણે મોટાપાયે વિનાશ થયો છે. 'ઈયાન' વાવાઝોડાથી અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્લોરિડા રાજ્યના ડોકટરોની ટીમ દ્વારા મૃત્યુઆંક એકત્રિત કરવામાં આવ્યો છે. મૃતકોનો ડેટા રાખતી ડોક્ટરોની ટીમના જણાવ્યા અનુસાર, ચક્રવાત પછી આવેલા પૂરમાં ડૂબી જવાથી ઘણા લોકોના મોત થયા છે.


1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું


શક્તિશાળી તોફાને પશ્ચિમી ક્યુબા, ફ્લોરિડા અને દક્ષિણ કેરોલિનામાં સૌથી વધુ તબાહી મચાવી છે. યુએસ નેશનલ ગાર્ડના ચીફ જનરલ ડેનિયલ હોંકસને જણાવ્યું કે ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમ કિનારેથી 1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીમાં પૂરના કારણે બચાવ કામગીરી અને પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. મિયાક્કા નદીમાં પૂરને કારણે આંતર રાજ્ય માર્ગ નંબર 75 ના કેટલાક ભાગો ધોવાઇ ગયા હતા, જેના કારણે શનિવારે રોડ પરનો ટ્રાફિક રોકવાની ફરજ પડી હતી.અમેરિકાના પ્રમુખ બાઈડનના જણાવ્યા પ્રમાણે ફ્લોરિડામાં ત્રાટકેલું અત્યાર સુધીનું આ સૌથી વિનાસક વાવાઝોડું છે. હાલ રાજ્યમાં 2,80,000 ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ છે. 


પીએમ મોદીએ પણ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અમેરિકાના વિનાશક વાવાઝોડાથી થયેલા જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઈડન પ્રત્યે પીએમ મોદીએ ઉંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. 



પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..