પૂર્વ IAS પ્રદીપ શર્માની ભુજ CID ક્રાઈમે અમદાવાદથી કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-03-05 18:21:40

પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્માની ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં ધરપકડ કરી છે. ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે આજે અમદાવાદમાંથી પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરતા હડકંપ મચી ગયો છે. પ્રદીપ શર્મા ઉપરાંત પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા,પૂર્વ નાયબ કલેકટર ફ્રાંસીશ સુવેરા તેમજ પૂર્વ નગર નિયોજક નટુભાઈ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આ કાર્યવાહી કરવામાં આવી છે.  CID ક્રાઈમના જણાવ્યા પ્રમાણે વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને કોર્ટમાં રજૂ કરાશે. 


સમગ્ર મામલો શું છે?


પ્રદીપ શર્મા 2004માં કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમની સત્તાનો દુરુપયોગ કરીને વેલ્સપન કંપનીને જમીન NA કરી આપી હતી. પ્રદીપ શર્માએ સરકારી નિયમનો ભંગ કરીને ગાંધીધામના ચુડવા ગામમાં કંપનીની જમીન NA કરી હતી. વેલ્સપન કંપનીમાં શર્માના પત્ની શ્યામલા શર્માનું હિત હતું. શ્યામલા શર્માની કંપની વેલ્યુ પેકેજિંગનો કોન્ટ્રાક્ટ વેલ્સપનમાં ચાલતો હતો. કંપનીની આ સેવાના બદલામાં શર્મા અને તેમની પત્નીને હવાલા મારફતે નાણા મળ્યા હતા. જો કે પ્રદીપ શર્મા આ રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું અને વેલ્સપન કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે