3500 કરોડની લોન, કંપનીઓની માયાજાળ... ચંદા-દીપક અને વેણુગોપાલની ત્રિપુટીએ આવી રીતે કૌંભાડ આચર્યું


  • Published By :
  • Published Date : 2022-12-26 17:13:29

ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર બાદ હવે સીબીઆઈએ વીડિયોકોન ગૃપના એમ ડી અને સીઈઓ વેણુગોપાલ ધુતની પણ ધરપકડ કરી છે. ચંદા કોચર પર આરોપ હતો કે તેમણે બેંકના CEO અને MD રહીને નિયમોને ધ્યાનમાં રાખીને વીડિયોકોનને લોન આપી હતી. તેમણે તેમના પતિ દીપક કોચરને ફાયદો પહોંચાડવા માટે આ કર્યું. આ મામલો માર્ચ 2018માં સામે આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ ચંદા કોચરને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ચંદા કોચરને 2009માં બેંક દ્વારા સીઈઓ અને એમડી બનાવવામાં આવ્યા હતા.



આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બીએન શ્રીકૃષ્ણને સોંપવામાં આવી હતી. આ તપાસમાં ચંદા કોચરને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ચંદા કોચરે ICICI બેંકની આચાર સંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આ પછી, 4 ઓક્ટોબર, 2018 ના રોજ, તેમણે ICICI બેંકના MD અને CEO પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ  સમગ્ર કૌભાંડ શું છે? પહેલા લોન અને પછી રોકાણનો આ આખો ખેલ કેવી રીતે થયો? ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂતની ભૂમિકા શું છે? આવો  જાણીએ?


ત્રણેયની ભૂમિકા શું છે?


સીબીઆઈ આ મામલાની બે વર્ષથી તપાસ કરી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વેણુગોપાલ ધૂતના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને કંપનીઓની બુકથી જાણવા મળે છે કે દીપક કોચરની કંપનીને 64 કરોડ રૂપિયાની લોન લાંચ સિવાય બીજું કંઈ ન હતું. સીબીઆઈના સૂત્રોએ કે ICICI બેંક પાસેથી લોન પાસ થવાના બદલામાં વેણુગોપાલ ધૂતે દીપકને 64 કરોડ રૂપિયાની લોન આપી હતી. તેથી જ તે લાંચ છે. CBIના સૂત્રોનો દાવો છે કે તેમની પાસે પૂરતા પુરાવા છે કે તે સાબિત કરે કે ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂતે સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.



શું છે કૌભાંડની સંપૂર્ણ વિગત?


2009માં ચંદા કોચરને ICICI બેંકના MD અને CEO બનાવવામાં આવ્યા હતા. તે જ વર્ષે, બેંકની સમિતિએ વિડીયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (VIEL)ને રૂ. 300 કરોડની લોન મંજૂર કરી હતી. ચંદા કોચર બેંકની કમિટીના વડા હતા જેમણે વીડિયોકોનની લોનને મંજૂરી આપી હતી. લોન મેળવ્યા પછી, વિડિયોકોને ન્યુપાવર રિન્યુએબલ લિમિટેડમાં રૂ. 64 કરોડનું રોકાણ કર્યું. આ રોકાણ વિડિયોકોન ગ્રુપની કંપની સુપ્રીમ એનર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. વેણુગોપાલ ધૂત પાસે સુપ્રીમ એનર્જીના 99 ટકાથી વધુ શેર હતા. ન્યુપાવર રિન્યુએબલ કંપનીની શરૂઆત દીપક કોચર (ચંદા કોચરના પતિ) અને વેણુગોપાલ ધૂત દ્વારા મળીને કરવામાં આવી હતી. 2009માં વેણુગોપાલ ધૂતે ન્યુપાવર રિન્યુએબલ્સના તમામ શેર દીપક કોચરને ટ્રાન્સફર કર્યા હતા.


છેતરપિંડી કેવી રીતે આચરી?


CBIની FIR મુજબ, ICICI બેન્કના MD અને CEO હોવાના કારણે ચંદા કોચરે પોતાના પદનો અયોગ્ય ફાયદો ઉઠાવ્યો અને ગેરકાયદેસર રીતે વીડિયોકોનને લોન આપી. CBIના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટ 2009ના રોજ બેન્કની કમિટીએ વિડીયોકોનને 300 કરોડની લોન આપી હતી. આ લોન 7 સપ્ટેમ્બર 2009ના રોજ વીડિયોકોનને આપવામાં આવી હતી. તેના બીજા જ દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે વિડિયોકોન ગ્રુપે આ લોનમાંથી રૂ. 64 કરોડ NuPower Renewablesને આપ્યા. આ રૂ. 300 કરોડ ઉપરાંત, ICICI બેન્કે 2009 અને 2011 વચ્ચે વિડિયોકોન ગ્રૂપને રૂ. 1,575 કરોડ પાંચ અલગ-અલગ લોન દ્વારા આપ્યા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ચંદા કોચર જ્યારે MD અને CEO હતા ત્યારે ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, RBI ગાઈડલાઈન્સ અને બેંકની ક્રેડિટ પોલિસીનું ઉલ્લંઘન કરતી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે