The Kashmir Filesને IFFI જ્યુરીના હેડે વલ્ગર અને પ્રોપોગેન્ડા ગણાવી, તેમના નિવેદનનો થઈ રહ્યો છે વિરોધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-29 11:38:09

ગોવામાં હાલ 53મો ઈન્ટરનેશન્લ ફિલ્મ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલમાં જ્યૂરીએ અનુપમ ખેરની ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ્સને લઈ નિવેદન આપ્યું છે જેને કારણે ફરી એક વખત ધી કાશ્મીર ફાઈલ્સ ચર્ચામાં આવી છે. ફિલ્મને લઈ નિવેદન આપતા જ્યૂરી હેડ Nadav Lapidએ ફિલ્મને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી ફિલ્મ ગણાવી છે. Nadav Lapidના આવું કહેવાથી અનુપમ ખેર તેમજ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ભડકી ઉઠ્યા છે.

અનુપમ ખેરે આપી પ્રતિક્રિયા 

ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા Nadav Lapidએ કહ્યું કે અમે બધા હેરાન છીએ. આ ફિલ્મ અમને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી લાગી. વધુમાં તેમણે કહ્યું આ ફિલ્મ આટલા માટો અને પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહ માટે ઉચિત નથી. તેમના આ પ્રકારના નિવેદનથી સોશિયલ મીડિયા પર તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.

  

અશોક પંડિતે પણ આપી પ્રતિક્રિયા 

પોતાની પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે આ નિવેદનની ટીકા કરી છે. પોતાના ટ્વિટરમાં તેમણે લખ્યું કે અસત્યનું કદ ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ સત્યના કદથી તો હમેશાં નાનું જ રહેવાનું. જ્યારે વિવેક અગ્નિહોત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓછા શબ્દોમાં તેમણે ઘણું બધુ કહી દીધું. અશોક પંડિતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ ફિલ્મને વલ્ગર ગણાવી ભારતની આતંકવાદ વિરૂદ્ધ કરેલી સંઘર્ષનું અપમાન કર્યું છે.      




કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેટને કારણે આ કિસ્સાઓમાં વધારો કર્યા છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા પહેલા ગામડે ગામડે જઈ વિરોધ કરતા હતા પરંતુ હવે તેમણે રણનીતિ બદલી છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવે છે અને રૂપાલા હાય હાયના નારા લગાવે છે..

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.