વિશ્વનો એક તૃતીયાંશ ભાગ મંદીની ઝપેટમાં આવશે. IMF ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવા


  • Published By :
  • Published Date : 2023-01-02 15:00:16

સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી, નૂતન વર્ષના સ્વાગત માટે ઠેર-ઠેર આતશબાજી કરવામાં આવી હતી. જો કે નવા વર્ષના આગમન સાથે જ મંદીની આશંકા પણ પ્રબળ બની છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ચેતવણી આપી છે કે આ વર્ષે વિશ્વનો એક તૃતીયાંશ ભાગ મંદીની ઝપેટમાં આવશે. 


IMFના વડા ક્રિસ્ટાલિનાએ શું કહ્યું?


જ્યોર્જિવાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “અમારું અનુમાન છે કે નવા વર્ષમાં વિશ્વની અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીની ઝપેટમાં આવી જશે. જે દેશો મંદીની ઝપેટમાં નથી તેઓ પણ તેની અસર અનુભવશે. તે આવા દેશોમાં લાખો લોકોને અસર કરશે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર વિશ્વ પ્રભાવિત છે. ઉપરાંત, ફુગાવાને રોકવા માટે, વિશ્વભરની મધ્યસ્થ બેંકોએ વ્યાજ દરમાં વધારો કર્યો છે. દરમિયાન, ચીને તેની શૂન્ય કોવિડ નીતિનો અંત લાવ્યો છે અને અર્થતંત્રને ફરીથી ખોલવાનું શરૂ કર્યું છે. પરંતુ દેશમાં હજુ સુધી કોરોના કાબૂમાં આવ્યો નથી. ચીનના આ પગલાથી ફરી એકવાર સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે.


કયા દેશો મંદીની ઝપેટમાં આવશે? 


વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા (US), યુરોપિયન યુનિયન (EU) અને ચીન માટે આ વર્ષ ઘણું મુશ્કેલ રહેવાનું છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારતના અર્થતંત્રને પણ મંદીથી ફટકો પડશે. યુક્રેન યુદ્ધ, મોંઘવારી, વ્યાજદરમાં વધારો અને ચીનમાં કોરોના કેસમાં વધારાને કારણે નવું વર્ષ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીઓથી ભરેલું હોઈ શકે છે. IMF મુજબ સૌથી ખરાબ સ્થિતિ ચીનની રહેશે. તેનું કારણ એ છે કે ત્યાંની ફેક્ટરીઓમાં પણ કોરોનાની અન્ટ્રી થઈ છે. તેનાથી દેશના ઉત્પાદન પર ખરાબ અસર પડી છે. સમગ્ર વિશ્વ આનાથી પ્રભાવિત થવાની ધારણા છે. ઓક્ટોબરમાં, IMFએ 2023 માટે તેના આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો હતો.


ચીનને સૌથી મોટો ફટકો?


IMFના વડાના જણાવ્યા પ્રમાણે દુનિયાની બીજી  સૌથી મોટી ઈકોનોમી ચીન માટે 2023નું વર્ષ સૌથી ખરાબ રહેશે. તેમણે કહ્યું કે ચીનમાં ગ્રોથ રેટ નેગેટીવ રહેશે, જેની અસર દુનિયાના અન્ય દેશો પર પણ પડશે. તાજેતરમાં જ ચીનના અર્થતંત્રમાં ઘટાડો નોંધાયો છે. ચીનના મંદીના કારણે 100થી વધુ શહેરોમાં મકાનોની કિંમતમાં સતત છઠ્ઠા મહિને પણ ઘટાડો નોંધાયો છે. 


IMF શું છે?


IMF એક આંતરરાષ્ટ્રિય સંગઠન છે, જેના 190 સભ્યો છે. આ સંસ્થાનું કામ દુનિયાના અર્થતંત્રમાં સ્થિરતા લાવવાનું છે. IMF અવારનવાર વિશ્વના વિવિધ દેશોના અર્થતંત્ર વિશે અનુમાન લગાવતું રહે છે. આર્થિક રીતે નબળા દેશોને વિકાસ માટે લોન પણ આપે છે. પાકિસ્તાન IMF પાસેથી સૌથી વધુ લોન લેતો  દેશ છે. 


આર્થિક મંદી કોને કહેવાય?


વિશ્વમાં આર્થિક મંદીનું પૂર્વાનુમાન કરવું મુ્શ્કેલ છે પણ મંદી પહેલા તેના સંકેતો મળતા રહે છે. જેમ કે જ્યારે કોઈ દેશની જીડીપી સતત બે ત્રિમાસિક સુધી ઘટે છે ત્યારે તેને ટેકનિકલ રીતે મંદી કહેવામાં આવે છે. મંદીની સ્થિતીમાં બેકારી વધે છે, મોંઘવારી આસમાને પહોંચતા લોકો ખરીદી ઘટાડે છે. મંદીમાં ફેક્ટરીઓમાં પ્રોડક્સન ઘટતા સ્ટાફની છટણી કરવામાં આવે છે અને કંપનીઓ નવી ભરતી બંધ કરે છે. કંપનીઓનું દેવું વધે છે અને તેમને જોરદાર આર્થિક નુકસાન વેઠવું પડે છે. કંપનીઓનો નફો ઘટતા શેર બજારમાં તેમના શેરનું મુલ્ય પણ ઘટે છે. આ રીતે શેર બજારમાં પણ કડાકા જોવા મળે છે. વિશ્વનામાં 2029 અને 2008ની મોટી મંદીઓને લોકો હજુ પણ નથી ભુલી શક્યા.   



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે