ઈમરાન ખાન પર લટકી ધરપકડની તલવાર, પોલીસ બખ્તરબંધ વાહનો સાથે લાહોર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-03-14 21:25:19

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તોશાખાના કેસમાં ધરપકડ થઈ શકે છે. લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનના ઘરની બહાર બખ્તરબંધ પોલીસ વાહનો પહોંચી ચુક્યા છે. આ દરમિયાન, ઈસ્લામાબાદમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી ત્યાં પહોંચી છે. પીટીઆઈના કાર્યકરો ઈમરાન ખાનના ઘરની બહાર ભેગા થવા લાગ્યા છે.


પોલીસ-કાર્યકરો વચ્ચે અથડામણ


તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી થયાના એક દિવસ બાદ પોલીસ તેમના ઘરે પહોંચી છે. પોલીસે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના અધ્યક્ષના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈમરાનના સમર્થકો પણ  પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં ઘરની બહાર એકઠા થયા છે. પોલીસે તેમના પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે.


ઈમરાને વીડિયો દ્વારા લોકોને ઉશ્કેર્યા 


પોલીસ ધરપકડથી ગભરાયેલા ઈમરાન ખાને એક વીડિયો મારફતે લોકોને સંબોધ્યા હતા અને તેમને ઉગ્ર આંદોલન કરવા માટે ઉશ્કેર્યા હતા. તેમણે કહ્યું કે પોલીસ મારી ધરપકડ કરવા આવી છે. હું લોકોનું યુદ્ધ લડી રહ્યો છું. મને કંઈક થઈ જાય તો પણ આ યુદ્ધ અટકવાનું નથી.પોલીસને લાગે છે કે જો તેઓ મારી ધરપકડ કરશે તો સમુદાયની ઊંઘ ઊડી જશે. તમારે તેમને ખોટા સાબિત કરવા પડશે. ઈમરાને એક મિનિટ 12 સેકન્ડનો વીડિયો જાહેર કરીને આ વાત કહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.