ઈમરાન ખાનનો ઓડિયો લિક, અમેરિકાની સાંસદ પાસે મદદની ભીખ માગતા કહ્યું 'મારી હત્યા થઈ શકે છે, દયા કરો'


  • Published By :
  • Published Date : 2023-05-21 15:06:35

પાકિસ્તાનમાં ચાલી રહેલી બબાલ વચ્ચે એક ઓડિયોએ હોબાળો મચાવ્યો છે. આ લીક ઓડિયોમાં ઈમરાન ખાન અમેરિકાની મહિલા સાંસદને મદદ માટે અરજ કરતાં સાંભળવા મળે છે. તેમણે અમેરિકાના સાંસદ પાસે તેમની પાર્ટી પીટીઆઈ અને તેના નેતાઓ સામે ચાલી રહેલી કાર્યવાહીને લઈ મદદ માંગી. તેમણે કહ્યું કે અમેરિકા સહિત દુનિયાભરના દેશોએ પાકિસ્તાનમાં જે ચાલી રહ્યું છે તેની સામે ઉભા રહેવું જોઈએ. તેમણે અમેરિકાના સાંસદ મેક્સિન મૂર વાયર્સને પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવાની માંગ કરી.


મારી હત્યા થઈ શકે છે-ઈમરાન ખાન


આ 1.57 મિનિટના લીક ઓડિયોમાં ઈમરાન અમેરિકાની સાંસદને જણાવ્યું મારી હત્યાના પ્રયાસો થઈ રહ્યા છે. એક પ્રયત્નમાં મારા પગ પર ત્રણ ગોળિઓ મારી હતી. મારી સરકારે સેનાના પૂર્વ પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને હટાવી દીધા હતા. કેમ કે સેના ખુબ જ શક્તિશાળી છે. તેમણે આરોપ લગાવ્યો કે સેના પ્રમુખે તે લોકો સાથે મળી ષડયંત્ર રચ્યું કે જે મારી સરકારમાં હતા, અને મારી સરકાર પાડી દીધી. મારી પાર્ટીને સૌથી ખરાબ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. 


અમેરિકાની કોંગ્રેસની પણ મદદ માગી 


ઈમરાન ખાને અમેરિકાની કોંગ્રેસી સભ્ય મેક્સિકન મૂર વાટર્સને પોતાની પાર્ટીના પક્ષમાં એક નિવેદન જાહેર કરાવવાની વિનંતી કરી હતી. અમે માત્ર કાયદો અને બંધારણના મૌલિક અધિકારોનું શાસન ઈચ્છીએ છીએ. અમે માત્ર ક્રેકડાઉનને ઉજાગર કરવા માંગીએ છિએ. અને આ વાસ્તવમાં અમારી મદદ કરશે. જ્યારે કોઈ મૈક્સિકન જેવી મહિલા બોલે છે ત્યારે ખૂબ જ મોટો પડઘો પડે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે