ઈમરાન ખાનને આવતી કાલ સુધી મળી રાહત, લાહોર હાઇકોર્ટે ધરપકડ રોકવાનો પોલીસને કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 21:04:48

પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટે બુધવારે ઇમરાન ખાનને ગુરુવાર સુધી તેમના ઘરની બહાર કાર્યવાહી રોકવાનો આદેશ આપીને કામચલાઉ રાહત આપી છે. ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ મંગળવારે લાહોર હાઇકોર્ટમાં પોલીસ કાર્યવાહીને પડકારી હતી અને કોર્ટને વિનંતી કરી હતી કે તે સરકારને તેનો અંત લાવવાનો નિર્દેશ આપે. બુધવારે, લાહોર હાઈકોર્ટ (LHC) એ પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીની અરજી પર પંજાબના ઈન્સ્પેક્ટર જનરલ, ચીફ સેક્રેટરી અને ઈસ્લામાબાદ પોલીસ (ઓપરેશન્સ)ના વડાને બોલાવ્યા પછી પોલીસે ઓપરેશન બંધ કર્યું હતું. હવે આ મામલે આવતીકાલે સવારે 10 વાગ્યે સુનાવણી થશે.


કોર્ટમાં પંજાબ પ્રાંતના DIG રહ્યા હાજર


ફવાદ ચૌધરીએ કોર્ટ પાસે લાહોરના જમાન પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરની બહાર પોલીસ ઓપરેશન રોકવાનો આદેશ માંગ્યો હતો. લાહોર હાઈકોર્ટના એક અધિકારીએ કહ્યું, "પંજાબ પ્રાંતના DIG ડો. ઉસ્માન અનવર કોર્ટમાં હાજર થયા અને કહ્યું કે પોલીસે આ ઓપરેશન શરૂ કરવું પડ્યું કારણ કે તોશાખાના ભેટ કેસમાં ઈસ્લામાબાદ પોલીસ ઈમરાન ખાન માટે ધરપકડ વોરંટ લાવી હતી. " અમારે કાયદા હેઠળ આ આદેશનો અમલ કરવાનો હતો. તેમણે કહ્યું કે પીટીઆઈ કાર્યકર્તાઓ સાથેની અથડામણમાં લગભગ 59 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.


PTIના સમર્થકોએ ઉજવણી કરી 


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા લાહોરના જમાન પાર્ક પહોંચેલી પોલીસને PTIના સમર્થકોના ભારે વિરોધને કારણે ધરપકડ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.  લાહોર હાઇકોર્ટનો આદેશ આવ્યા બાદ બુધવારે પોલીકર્મીઓ પરત ફર્યા ત્યાર  પછી PTI સમર્થકોએ ઝમાન પાર્કની બહાર ઉજવણી કરી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .