ઇમરાન ખાન સૌથી મોટા 'નૌટંકીબાજ',અભિનયમાં શાહરૂખ અને સલમાનને પાછળ છોડી દીધા: મૌલાના ફઝલુર રહેમાન


  • Published By :
  • Published Date : 2022-11-07 14:42:21


પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર ફાયરિંગ રાજકારણ ગરમાયું છે. રાજનેતાઓ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ કરી રહ્યા છે.  પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી મનાતી જમીયત ઉલેમાના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને ઈસ્લામાબાદમાં PTIના નેતા ઈમરાન ખાનના લોંગ માર્ચને નિષ્ફળ ગણાવી  હતી. અને ઈમરાનને 'નૌટંકીબાજ' કહીંને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.


ઈમરાન ખાન પર હુમલો પીટીઆઈનું નાટક 


પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફઝલુર રહેમાને કહ્યું કે જ્યારે અમને સમાચાર મળ્યા કે તેમના પર ફાયરિગ થયું છે ત્યારે અમને ખુબ આઘાત લાગ્યો હતો અને તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ પ્રગટ કરી હતી. પરતું હવે એવું લાગે છે કે આ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા રચવામાં આવેલું એક નાટક હતું. ઈમરાન ખાન તો એક્ટિંગમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનને પણ પાછળ છોડી દીધા છે.



આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના...

ભગવાન નારાયણે અનેક અવતારો લીધા છે ત્યારે આજે વાત કરવી છે ભગવાનના નૃસિંહ અવતારની. કારણ કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને નૃસિંહ જયંતી તરીકે મનાવવમાાં આવે છે.. નૃસિંહ ભગવાનનું અડધું શરીર નરનું હતું અને અડધું શરીર સિંહનું હતું.

ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેતાઓ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર હતા. જેનીબેન ઠુમ્મર દ્વારા પરષોત્તમ રૂપાલાને લઈ નિવેદન આપ્યું છે... તે સિવાય શક્તિસિંહ ગોહિલે જેનીબેન ઠુમ્મર અને ગેનીબેન ઠાકોરના વખાણ કર્યા હતા.

રેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહતી એને શરદી તાવ આવતો પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવાએ અગરબત્તીથી બાળકીથી જામ આપ્યા. તબિયત બગડી અને બાળકીનું નિપજ્યું મોત.