ધરપકડના ભયથી ઈમરાન ખાન લાહોરથી ફરાર, પોલીસે માર્ગો કર્યા બ્લોક, જાણો શું છે કેસ


  • Published By :
  • Published Date : 2023-03-05 15:17:41

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી વધી છે,  તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવા ઈસ્લામાબાદ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ છે. લાહોરના જમાન પાર્કમાં ઈમરાન ખાનના ઘરે ઈસ્લામાબાદ પોલીસની એક ટીમ હાજર છે. જોકે, પોલીસને ઈમરાન ખાન ક્યાંય મળ્યા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે 28 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદના એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. તોશાખાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી રહી છે.


ઈમરાન ખાન પર આરોપ શું છે?


ઈમરાન ખાન પર આરોપ છે કે તેમણે વિદેશથી મળેલી ભેટને સરકારી તિજોરીમાં જમા ન કરાવી અને તેનો ઉપયોગ પોતાના ઉપયોગ માટે કર્યો અને ત્યાર બાદ તે બહુકિમતી ચીજોને બજારમાં વેચી દીધી હતી. આ કેસમાં પાકિસ્તાનના ચૂંટણી પંચે પણ ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવ્યા છે.


પોલીસે શું કહ્યું?


પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે જ્યારે એસપી તેમના રૂમમાં પહોંચ્યા ત્યારે ઇમરાન ત્યાં હાજર નહોતાં. પોલીસનો આરોપ છે કે તેઓ ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા પ્રમાણે, પોલીસના અધિકારી ઇમરાનના ઘરે જ હાજર છે. પાકિસ્તાન પોલીસ રવિવારે તોશાખાના મામલે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી છે.


PTIએ આપી ચેતવણી


ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન-તહરીક-એ-ઇન્સાફ(PTI)ના વાઇસ ચેરમેન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પોલીસની નોટિસમાં ઇમરાનની ધરપકડનો ઉલ્લેખ નથી. ઇમરાન પોતાની લીગલ ટીમ સાથે 2.30 વાગ્યે બેઠક કરશે. ત્યાર બાદ આગળની રણનીતિ અંગે જણાવશે. દરમિયાન PTIના નેતા અને ઇમરાનની સરકારમાં જે મંત્રી રહેલાં ફવાદ ચોધરીએ પાર્ટીના કાર્યકર્તાઓને એકઠા થવા માટે કહ્યું. તેમણે કહ્યું કે જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો દેશમાં અરાજકતા ફેલાઇ શકે છે. ફવાદ ચોધરીએ વધુમાં કહ્યું જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો પાકિસ્તાનમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવશે. ઇમરાન વિરૂદ્ધ 74 કેસ નોંધવામાં આવ્યા છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .