અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા આપવામાં કર્યો ધરખમ ઘટાડો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 12:11:14

સમગ્ર વિશ્વમાંથી મોટાપાયે  વિદ્યાર્થીઓ યુએસની યુનિવર્સિટીઓમાં ભણવા જતા હોય છે . પરંતુ હવે જે આંકડાકીય માહિતી સામે આવી છે તે ખુબ ચોંકાવનારી છે એકલા ૨૦૨૪ના વર્ષમાં યુએસએ ૪૧ ટકા જેટલા સ્ટુડન્ટ વિઝા એટલેકે F -1 વિઝા રિજેક્ટ કરી  ચૂક્યું છે . એટલુંજ નહિ બીજા દેશો જેમ કે  કેનેડા અને બ્રિટેને પણ સ્ટુડન્ટ વિઝા પ્રત્યે આકરું વલણ અપનાવ્યું છે .  અમેરિકાનું સ્ટેટ બ્યુરો ઓફ કોસ્યુલર ડિપાર્ટમન્ટ કે જેણે હમણાં એક ડેટા રિલીઝ કર્યો હતો તે મુજબ ઓક્ટોબર ૨૦૨૩થી લઇને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી ૪૧ ટકા સ્ટુડન્ટ વિઝા કેન્સલ કર્યા છે . ૨૦૧૪ કરતા આ રિજેકશન રેટ લગભગ હવે ડબલ થઇ ચુક્યો છે . જોકે આ રિપોર્ટમાં અલગ અલગ દેશોની યાદી અનુસાર ડેટા આપવામાં આવ્યો નથી એટલેકે , આપણને ખબર નઈ પડે કે કેટલા ભારતીયોના વિઝા કેન્સલ થયા હતા . યુએસમાં નાણાકીય વર્ષ ઓક્ટોબર ૧લી તારીખથી સપ્ટેમ્બરની ૩૦મી તારીખનું હોય છે. ૨૦૨૩-૨૦૨૪ના નાણાકીય વર્ષ દરમ્યાન ૬.૭૯ લાખ સ્ટુડન્ટ વિઝાની અરજીઓમાંથી ૨.૭૯ લાખ એટલેકે ૪૧ ટકા રિજેક્ટ કરવામાં આવી છે . 

F-1 student visa 101: your key to studying in the USA

૨૦૨૨-૨૦૨૩માં સ્ટુડન્ટ વિઝા રિજેકશનનો દર ૩૬ ટકા હતો . જોકે હવે સ્ટુડન્ટ વિઝાનો જે આટલો મોટો રિજેક્શનનો દર છે તેના લીધે એપ્લિકેશનમાં જ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.  વાત કરીએ કોવીડ પછીના સમયની , ૨૦૨૧માં ૨૦ ટકા , ૨૦૨૨માં ૩૫ ટકા F -1 વિઝા રિજેક્ટ થયા હતા. વાત કરીએ આ F - 1 વિઝાની તો આ એક નોન ઇમિગ્રન્ટ કેટેગરીના સ્ટુડન્ટ વિઝા છે . જો તમારે અમેરિકામાં કોઈ પણ યુનિવર્સીટીમાં અભ્યાસ કરવો હોય તો આ વિઝા આવશ્યક છે . જયારે M -1 વિઝા માત્ર વોકેશનલ અને નોન એકેડમિક પ્રોગ્રામ માટે અપાય છે.  દર વર્ષે કુલ સ્ટુડન્ટ વિઝાની કેટેગરીમાં ૯૦ ટકા વિઝા F -1 વિઝા હોય છે.   અમેરિકામાં F -1 વિઝા એપ્લિકેશનમાં મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ એપ્લાઇ કરે છે. આ ઉપરાંત , અમેરિકાની એક સંસ્થા ઓપન ડોર ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર , ૨૦૨૩-૨૦૨૪માં ભારતીયોની સંખ્યા ચાઈનીઝ સ્ટુડન્ટસ કરતા વધી ગઈ છે . યુએસમાં કુલ F -1 વિઝા ધારકોમાં ૨૯ ટકા એકલા ભારતીયો છે. આ રિપોર્ટ અનુસાર ૨૦૨૩-૨૦૨૪માં ૩.૩૧ લાખ જેટલા ભારતીય સ્ટુડન્ટ અમેરિકામાં હતા . આ F - 1 વિઝામાં ખુબ મોટાપાયે રિજેક્શન ત્યારે સામે આવ્યું છે જયારે બીજા દેશો પણ સ્ટુડન્ટ વિઝા આપવા પર લિમિટ નક્કી કરી રહ્યા છે . દાખલ તરીકે , કેનેડાએ ૨૦૨૪માં જ જાહેર કર્યું હતું કે તે સ્ટુડન્ટ વિઝા આપવામાં કેપ એટલેકે , નિયંત્રણ મુકશે . વાત કરીએ યુકેની તો , જ્યાં ભારતીય સ્ટુડન્ટો બીજા નંબરે સૌથી વધારે જાય છે તેમણે પણ સ્ટુડન્ટ વિઝા આપવા પર નિયંત્રણ મુક્યા છે . આના કારણે બ્રિટિશ યુનિવર્સીટીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે . 

F1 Student Insurance | F1 Visa Insurance

તો આંતરરાષ્ટ્રીય સમાચારો માટે જોતા રહો જમાવટ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે