Americaમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિર પર ફરી કર્યો હુમલો, તોડફોડ કર્યા બાદ દીવાલો પર PM Modi માટે લખ્યું - "મોદી..."


  • Published By :
  • Published Date : 2024-01-05 10:27:18

કેલિફોર્નિયામાં ફરી એક વખત હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાન સમર્થકોએ અમેરિકાના કૈલિફોર્નિયાના એક મંદિર પર હુમલો કર્યો છે. મંદિરના બોર્ડ પર કાળા રંગથી લખવામાં આવ્યું કે મોદી આતંકવાદી છે, ખાલિસ્તાન જિંદાબાદ... હિંદુ મંદિર પર ભારત વિરોધી ગ્રેફિટીથી હુમલો કરવામાં આવ્યો છે. વિજયના શેરાવલી મંદિરની બહાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. 



હિંદુ મંદિરમાં કરાઈ તોડફોડ 

ઘણા સમયથી હિંદુ મંદિરોને ખાલિસ્તાનીઓ નિશાન બનાવી રહ્યા છે. તોડફોડ કરી મંદિરની દિવાલો બહાર સૂત્રો લખવામાં આવે છે. ત્યારે ફરી એક વખત ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરમાં તોડફોડ કરી છે. શેરાવલી મંદિર કેલિફોર્નિયાના હેવર્ડ શહેરમાં છે. જે વિસ્તારમાં આ મંદિર આવેલું છે તે જ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પણ છે, જ્યાં બે અઠવાડિયા પહેલા ખાલિસ્તાન સમર્થકોએ આવી જ ગ્રેફિટી બનાવી હતી. આ ઘટના અંગેની તસવીરો હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) દ્વારા શેર કરવામાં આવી છે.  

california temple khalistan graffiti

મંદિરોમાં સુરક્ષા અંગે કરવામાં આવી વાત!

આ ઘટનાની માહિતી HAF એ પોતાની પોસ્ટમાં આપી છે. એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે તે આ ઘટના અંગે પોલીસના સંપર્કમાં છે. ખાલિસ્તાન સમર્થકો અને હિંદુ વિરોધી તત્વોના વધતા ખતરાને જોતા તેમણે મંદિરોની સુરક્ષા માટે કેમેરા અને એલાર્મ સિસ્ટમ લગાવવા પણ કહ્યું છે. મહત્વનું છે કે આ પહેલી વાર નથી જ્યારે હિંદુ મંદિરો પર હુમલો થયો હોય. વિદેશની ધરતી પર અનેક વખત હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવે છે તેવા સમાચારો અવાર-નવાર સામે આવી રહ્યા છે. 

 

ભારત વિરૂદ્ધ લખ્યા સૂત્ર!

ઉલ્લેખનિય છે કે બે અઠવાડિયા પહેલા જ એટલે કે 23 ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં આવેલા એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી. દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા હતા. આ વખતે પણ મંદિરમાં તોડફોડ કર્યા બાદ પીએમ મોદી વિરૂદ્ધ  સૂત્રો લખવામાં આવ્યા હતા.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે