ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીએ ઉઠાવ્યો હિંદુ મંદિરો પર થતા હુમલાનો મુદ્દો! પીએમ મોદીએ કહ્યું ‘ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા સ્વીકાર્ય નથી’


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-24 10:25:05

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. ત્યારે બુધવારે બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો થઈ હતી. અને જે બાત બંને નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાને લઈ અમારી વચ્ચે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું.


ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના લોકોને કર્યા હતા સંબોધિત! 

છેલ્લા ઘણા સમયથી વિદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. મંદિરોની દિવાલો પર આપત્તિજનક વાક્યો પણ લખવામાં આવતા હોય છે. ઓસ્ટ્રેલિયાથી પણ હિન્દુ મંદિરો પર હુમલા થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ વાતની ચર્ચા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં કરી હતી. પીએમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદીએ ભારતીયમૂળના ઓસ્ટ્રેલિયામાં વસતા લોકોને સંબોધિત કર્યા હતા. ત્યારે આજે બંને દેશના નેતાઓએ બેઠક કરી હતી. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં થતા હુમલાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. 

હિંદુ મંદિરો પર થતાં હુમલાને લઈ પીએમ મોદીએ કરી વાત!

હિન્દુ મંદિરો પર થતાં હુમલા અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વધુમાં તેમણે કહ્યું કે મારી અને અલ્બનીજ સાથે છઠ્ઠી મુલાકાત છે. આ સાબિત કરે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ કેટલા ગહેરા છે.

ભારત આવવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમને આપ્યું આમંત્રણ!

તે ઉપરાંત પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમને તેમજ ક્રિકેટ ચાહકોને આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે વર્લ્ડ કપની સાથે ભારતમાં દિવાળીનો મહાપર્વ પણ મનાવવામાં આવશે. હું ઈચ્છું છું કે પીએમ અલ્બનીજ આ સમય દરમિયાન ભારતમાં હાજર રહે. આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર સહિત ઓસ્ટ્રેલિયાના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત પીએમ મોદીને સિડનીમાં ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.     



પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા મંત્રી કનુ દેસાઈએ કોળી સમાજને લઈ નિવેદન આપ્યું હતું જે બાદ કોળી સમાજ મેદાને આવ્યું છે. કોળી સમાજના લોકોએ હવન કરાવ્યો છે.

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય રીતે ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે નિવેદન આપ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા હતા.

મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.