બિહારના લઠ્ઠાકાંડમાં 12 લોકોના થયા મોત, આંકડો વધે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-12-14 15:01:55

બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલા ગામમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે. દારુબંધીવાળા બિહાર રાજ્યમાં લઠ્ઠાકાંડથી 12 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોના પરિજનો ઝેરી દારુ પીવાથી મોત થયાનો દાવો કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ સમગ્ર મામલે કંઈ પણ બોલવાની મનાહી કરી રહ્યા છે. 

यूपी के आजमगढ़ में जहरीली शराब से 2 लोगों की मौत, 1 आरोपी हिरासत में, UP  Azamgarh 2 people died allegedly due to consumption of spurious liquor

કેવી રીતે 12 લોકોના થયા મોત? 

બિહારના છપરા જિલ્લાના ડોઈલા ગામમાં મંગળવારે રાત્રે ઝેરી દારુ પીવાથી લોકોની તબીયત બગડવાનો મામલે સામે આવ્યો હતો. ઝેરી દારુ પીવાથી સંજયસિંહ મશરક, કૃણાલ કુમાર, હરેન્દ્ર રામ, વિચેંન્દ્ર રાય, અમિત રંજન, રામજી શાહ, મશરક શાસ્ત્રી ટોલા નામના વ્યક્તિના મોત થઈ ગયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં બિહાર પોલીસ છપરાની હોસ્પિટલ પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ જ લોકોના મોત કઈ રીતે થયા તે સામે આવશે. જો કે સારવાર લઈ રહેલા લોકોની ગંભીર હાલતને જોતા મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Nitish Kumar: बिहार विधानसभा में शराबबंदी पर चर्चा के दौरान जब नीतीश कुमार को BJP विधायकों पर आया गुस्‍सा

લઠ્ઠાકાંડનો મામલો બિહાર વિધાનસભામાં ગુંજ્યો

પોલીસે સમગ્ર મામલે તપાસ  શરૂ કરી દીધી છે. ડોઈલા સહિત કુનબે ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝેરી દારુ વેચનારથી જલદીથી પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેવું સમાચારો મારફતે બહાર આવી રહ્યું છે. બિહારમાં ઝેરી દારુ પીવાથી લોકોના મોત થયા છે તે મામલે બિહારના વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો છે. વિરોધ પક્ષે લઠ્ઠાકાંડ મામલે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષે સમ નીતિશ કુમાર સરકાર પર આક્ષેપો કર્યા હતા. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે