નિલેશ રૈયાણીના કેસમાં જયરાજસિંહ જાડેજાએ જવું પડશે જેલમાં?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-01 21:12:23

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

Free photo : Jayrajsinh Jadeja Gondal

ગોંડલમાં ખુબ ચર્ચિત નિલેશ રૈયાણી કેસમાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાને વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા હતા. પરંતુ હવે , નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આક્ષેપ કર્યા છે કે, જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ ધ્વરા જે શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા તેનું પાલન નથી કરી રહ્યા સાથે જ તેઓ અન્ય પાટીદાર આગેવાનોને ધમકીઓ આપતા રહે છે , જેનાથી ગોંડલનું વાતાવરણ ભયમુક્ત નથી. જગદીશ સાટોડિયાનું કહેવું છે કે , EX MLA જયરાજસિંહ જાડેજાને દર સોમવારે પોલીસ સ્ટેશનમાં જઈ હાજરી પુરાવાનો અને ગોંડલ સીટીની બહાર જતા પહેલા પોલીસને આખો કાર્યક્રમ જણાવવાની શરતો સાથે જામીન મળ્યા હતા.  જયરાજસિંહ જાડેજા આ તમામ શરતોનું ઉલ્લંઘન કરે છે.  માટે જગદીશ સાટોડિયાનું કહેવું છે કે , સુપ્રીમ કોર્ટમાં જે આ ક્રિમિનલ કેસ છે જેનો નંબર છે , ૧૫૩૭/૨૦૧૭ તેને ઝડપથી ચલાવવા અપીલ કરું છું. આ ઉપરાંત જયરાજસિંહ જાડેજાના જામીન રદ થવા જોઈએ. જો આગામી ૧૫ દિવસમાં ગુજરાત સરકાર આ બાબતે કોઈ પગલાં નથી લેતી તો સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવશે. 

હવે આપણે જાણીએ કે આ નિલેશ રૈયાણી કેસ છે શું તો? વર્ષ ૨૦૦૪માં નિલેશ રૈયાણીનું જમીનનાં ઝઘડાને લઈને જીવ લઇ લેવામાં આવ્યો હતો. જેમાં નિલેશ રૈયાણી ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ભાજપનાં નેતા જયંતિ ઢોલ સામેપણ ફરિયાદ થઈ હતી. રજવાડાની 35 એકર જમીનનાં કેસ મામલે આ થયું હોવાના આક્ષેપો થયા છે.  જેમાં કોર્ટે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આજીવન કેદની સજા સંભળાવી હતી.  પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાએ આ કેસમાં સરેન્ડર કર્યું હતું . ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે