Gujarat Election : ભાજપમાં આ મુદ્દે ફરી જોવા મળશે આંતરિક ડખા! લીલીપેન માટે ભાજપમાં જ લડાશે પેચ, કોણ કોને કાપશે?


  • Published By :
  • Published Date : 2024-04-01 16:56:46

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વનવે જીતવા માટે ભાજપે ઓપરેશન લોટસ ચલાવ્યું છે. કોંગ્રેસના કદાવર નેતાઓને ખેરવીને ભાજપે કોંગ્રેસને નબળી તો પાડી દીધી છે પણ હવે ખરી લડાઈ કોંગ્રેસમાં નહીં પણ ભાજપમાં લડાવાની છે. આગામી દિવસોમાં સૌથી ખરાબ સ્થિતિ ભાજપમાં હશે. લોકસભાની ચૂંટણી પહેલાં જે ઉભરા ઠલવાઈ રહ્યાં છે એ માટે જવાબદાર પણ ભાજપ જ છે. એક સમયે ગાભા મારું જેવા શબ્દોથી નવાજાતા ભાજપના સંનિષ્ઠ કાર્યકરો હવે મજૂરિયા તરીકે સોશિયલ મીડિયામાં ઓળખાઈ રહ્યાં છે. ભાજપ હવે રીતસરની કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદો વચ્ચે ભાજપે 5 પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવારો ઉતાર્યા છે. હવે સૌથી મોટી લડાઈ ભાજપમાં કોંગ્રેસીઓ વચ્ચે થવાની છે. 60 હજાર કાર્યકરો અને 300 નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. હવે આગામી સમય જ દેખાડશે કે લીલીપેનથી સહી કરવાનું સપનું કોનું રોળાય છે. 

અનેક નેતાઓ મંત્રીપદની લાલચમાં ભાજપમાં જોડાયા! 

રાજ્ય સરકારના ૧૬ મંત્રીઓમાં પહેલાંથી જ ત્રણ કેબિનેટ, એક રાજ્યકક્ષા એમ ચોથા ભાગના મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે. હવે ભાજપે અર્જુંન મોઢવાડિયા અને સી. જે ચાવડાને પણ મંત્રીપદની લાલચમાં જ ભાજપમાં જોડ્યા છે. આ પહેલાં પણ મંત્રી પદ ઈન વેઈટિંગમાં બેઠા છે એવા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના લીલીપેનથી સહી કરવાના સપનાં તૂટી રહ્યાં છે. પેટા ચૂંટણીમાં મોઢવાડિયા અને ચાવડા જીતી ગયા તો સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સૌથી વધુ ડખા ભાજપમાં એમાં પણ આયાતી નેતાઓમાં થવાના છે. 


અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને આ નેતાઓ નડી શકે છે!

હવે ભાજપ એ સતત કોંગ્રેસ યુક્ત બનતું જાય છે. હવે જૂના કોંગ્રેસીઓને ટેન્શન આવી ગયું છે કે કોને ચાન્સ મળશે. આ પહેલાં હાર્દિક અને અલ્પેશ ઠાકોર પણ લીલીપેનથી સહી કરવાની લાલચમાં ભાજપમાં જોડાયા હતા. અલ્પેશે તો એકવાર ઠાકોર સમાજના મુખ્યમંત્રીનો પણ જાહેરમાં બફાટ કરતાં ભાજપે ટિકિટ કાપીને બદલો લીધો હતો. આખરે માંડ ટિકિટ મળી હતી.... હવે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થાય તો અલ્પેશ કે હાર્દિકને મંત્રીપદ મળે પણ હવે ચાવડા અને મોઢવાડિયા વિલન બની શકે છે. ભાજપે આ બંનેને મંત્રીપદની ઓફર સાથે પક્ષપલટો કરાવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં ભાજપ સરકારમાં ઓલરેડી 4 મંત્રી કોંગ્રેસી મૂળના છે. ચાવડા અને મોઢવાડિયા પણ મંત્રી બને તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું સપનું રોળાય તેમાં નવાઈ નહીં. 


કેબિનેટ કક્ષાના મંત્રી પદની ઓફર મળતા જે ભાજપમાં જોડાયા!

ભાજપના ઓપરેશનને પગલે પોરબંદરના સ્થાનિક રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે અને આવતા દિવસોમાં ભાજપના કેટલાક નેતાઓ હાંસીયામાં ધકેલાઈ જશે તે વાત નક્કી છે. અગાઉ રાજ્યસભાની ટિકિટ આપવાની સાથે ભાજપે મોઢવાડિયાને પ્રવેશ આપવાની વાત હતી પરંતુ હાઈ કમાન્ડની મંજૂર નહીં હોવાથી આખરે મામલો પડતો મુકાયો પરંતુ મોઢવાડિયાને કેબિનેટ કક્ષાના મંત્રી પદની ઓફર આપતાં મોઢવાડિયા ઢીલા પડ્યા હતા અને કેસરિયો ખેસ ધારણ કરી દીધો હતો. .... સવારે રાહુલ ગાંધીની રેલી માટે આયોજન કરી રહેલાં મોઢવાડિયા સાંજે ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ જેવી ભાજપમાંથી લીલીઝંડી મળી મોઢવાડિયાએ એક પળની પણ રાહ જોઈ ન હતી. કોંગ્રેસે સામે એમના ભાઈને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. હવે ભાજપે મોઢવાડિયાને પોરબંદરથી ટિકિટ આપી છે અને કેબિનેટમાં સામેલ કરશે એવી ચર્ચા છે. 


આપણે સૌ જાણીએ છીએ કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ....

ઓપરેશન લોટસના પરિણામે આવતા દિવસોમાં રાજ્યમંત્રી મંડળમાં મોટા ફેરફાર આવશે તે વાત નક્કી છે અમરેલી જુનાગઢ અને પોરબંદર જિલ્લામાંથી મંત્રીપદની લ્હાણી થશે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આવા વચન સાથે જ ભાજપમાં જોડાયા હતા અને આજે તેઓ ક્યાં છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. કોંગ્રેસમાંથી એક પછી એક જે રીતે મોટા ગજાના ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યા છે તેને લઈને ભાજપની અંદર પહેલાંથી ઠરીઠામ થયેલા કોંગ્રેસી મૂળના નેતાઓમાં હાંડલા કુસ્તી કરે જેવો માહોલ વર્તાઈ રહ્યો છે. 


ગુજરાતના મંત્રીમંડળમાં અનેક કોંગ્રેસી નેતાઓ છે...

રાજ્ય સરકારના ૧૬ મંત્રીઓમાં પહેલાંથી જ ત્રણ કેબિનેટ, એક રાજ્યકક્ષા એમ ચોથા ભાગના મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે. જે પહેલાંથી મંત્રીમંડળમાં સામેલ થવા વેઈટિંગ લિસ્ટમાં છે તેવા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શું થશે ? તે સૌથી મોટો સવાલ છે. જો કે, તેમાંય જેઓ કોંગ્રેસ છોડી ભાજપ ભેગા થયા છે તેમાં અત્યારથી જ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. હવે સરકારમાં કોણ ગોઠવાય છે એ માટે કોંગ્રેસીઓમાં જ લાંબિગ શરૂ થયું છે. હવે કોંગ્રેસીઓ જ પદ માટે અંદરો અંદર ટાંટિયાખેંચ કરે તો નવાઈ નહીં...ભાજપમાં તો હાલમાં કકળાટ ચાલી રહ્યો છે. મૂળ જનસંઘીઓને લાગી રહ્યું છે કે હાઈકમાન્ડ એમને મજૂરોની જેમ ટ્રીટ કરી રહ્યું છે..



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.