પોતાની પોસ્ટમાં કંગના રનૌતે કોને દુર્યોધન અને કોને શકુનિ ગણાવ્યા? સુશાંતસિંહ રાજપૂત હત્યા વિશે કહી આ વાત! જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-12 16:40:32

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના સ્ટેટમેન્ટને કારણે અનેક વખત ચર્ચામાં આવતી રહે છે. અભિનેત્રી દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે ઘણી વખત વિવાદો પણ સર્જાયા છે. થોડા સમય પહેલા નિતેશ તિવારીએ રામાયણ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં રણબીર કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ કંગનાએ નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ કંગનાએ રણબીર કપૂરની સરખામણી દુર્યોધન સાથે કરી જ્યારે અને કરન જોહરની સરખામણી શકુનિ સાથે કરી દીધી. 


રામાયણ ફિલ્મને લઈ કંગના નારાજ દેખાઈ! 

સોશિયલ મીડિયાના માધ્યમથી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના વિચાર પોતાના ફેન્સ સમક્ષ પહોંચાડતી રહે છે. જે વાતને લઈ નારાજગી હોય તેની પર પોતાના મંતવ્યો કંગના રનૌત રજૂ કરતી રહે છે. ત્યારે થોડા સમય પહેલા રામાયણ ફિલ્મ બનાવવામાં આવશે તેવી જાહેરાત નિતેશ તિવારી દ્વારા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર રણબીર કપૂર નિભાવતા જોવા મળશે જ્યારે સીતાજીનો રોલ આલિયા ભટ્ટ નિભાવશે. ત્યારે આ વાતને લઈ કંગના રણૌતે નારાજગી વ્યક્ત કરી છે. આ જાહેરાત બાદ કંગનાએ એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે કેવો કળયુગ આવી ગયો છે. ઐતિહાસિક ફિલ્મો માટે શું ખબર કેવા કલાકારોને લેવામાં આવી રહ્યા છે.       

 

સુશાંતસિંહ રાજપૂત કેસનો કર્યો ઉલ્લેખ! 

કંગનાએ પોતાની પોસ્ટમાં રણબીર કપૂર અને કરણ જોહર પર નિશાન સાધ્યું હતું. પોતાના પોસ્ટમાં સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસનો ઉલ્લેખ કરતા લખ્યું કે રણબીર કપૂર અને કરન જોહર સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસના અસલી ગુનેગાર છે. બંનેએ મળીને આ કેસમાં સુશાંત વિરુદ્ધ ખોટી અને નકામી વાતો ફેલાવી છે. તે સિવાય ઋતિક રોશન સાથેના સંબંધો તેમના કારણે વધારે ખરાબ થઈ ગયા. 


રણબીર કપુરને ગણાવ્યા દુર્યોધન!

પોતાની પોસ્ટમાં કંગનાએ લખ્યું કે  હું ગઈકાલે કરેલી વસ્તુઓને આગળ લઈ રહી છું. આ ઉદ્યોગમાં ઘણી બધી ખરાબીઓ છે પરંતુ તે બધામાં સૌથી ખરાબ છે દુર્યોધન (વ્હાઇટ રેટ) અને શકુનિ (પાપા જો)ની જોડી. તે લોકો પોતે માને છે કે તેઓ અન્ય લોકો માટે સૌથી વધુ ઈર્ષ્યા કરે છે, તેઓ સૌથી વધુ ગપસપ કરે છે અને પોતાને વિશે અસુરક્ષિત છે. તેઓ પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી ઓફ ગોસિપ કહે છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.