દશેરાના દિવસે કડી તાલુકાના જાસલપુર ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા છે... પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી વખતે ભેખડ ઘસી પડતા 7 જેટલા શ્રમિકો દટાઈ ગયા છે જેમાંથી પાંચ જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક શ્રમિક ગંભીર રીતે ઘાયલ છે... 7 શ્રમિકો દટાઈ જવાને ફફડાટ મચી ગયો છે. એવી પણ માહિતી સામે આવી છે કે બાકીના શ્રમિકો હજી સુધી અંદર દટાયેલા છે.. દટાયેલા શ્રમિકોને બહાર નીકળવા માટે જેસીબીને બોલાવવામાં આવી છે ઉપરાંત અનેક એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી પહોંચી છે અને પોલીસ પણ આવી પહોંચી છે...
મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતા 7થી વધુ મજૂરો દટાઈ જવાની ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં 5 જેટલા મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે 4થી વધુ મજૂરો હજુ દટાયેલા છે. જેમને હાલ JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ આવી પહોંચી છે તેમ જ પોલીસ પણ આવી પહોંચી છે. આ મૃત્યુઆંક વધી પણ શકે છે...
રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે...
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં આ બહુ જ દુઃખદ ઘટના બની છે.... સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં દિવાલ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે મજૂરો કંપનીની દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતા 7થી વધુ મજૂરો દટાઈ જવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાંથી 5 મજૂરના મોત થયા છે અને 4થી વધુ મજૂરો હજુ દટાયેલ છે. રેસ્ક્યુની કામગીરી હજુ ચાલુ છે... કડીમાં ગોઝારી ઘટના બનતા અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ આવી પહોંચ્યો છે. હાલ મજૂરોને બહાર કાઢવાનું કામ JCBની મદદથી કરવામાં આવી રહ્યું છે..... બેદરકારી કોની હતી, શું કામ ચાલી રહ્યું હતું.. કાયદેસર હતુ કે ગેરકાયદે એ બધુ જ તપાસ થશે એટલે સામે આવશે.... પણ સૌથી મોટી વાત એ કે, મજૂરો સાથે કઈપણ થાય છે ત્યારે એની બહુ ચર્ચા આપણે નથી કરતા... આ જ કામદારોના લોહી-પસીનાની દેશના વિકાસમાં મોટી ભૂમિકા છે પણ એની હાલત દયનીય છે... ખાલી એકવાર કલ્પના કરો કે દુનિયામાં મજૂર વર્ગ જ નથી તો..... આ કલ્પનાથી ધ્રુજી જવાતુ હોય તો એમની હાલતથી કેમ નથી કોઈ ફેર પડતો... શું એ દેશનો નાગરિક નથી....
મોટી મોટી દુર્ઘટનાઓ વિશે આપણે વાતો કરીએ પરંતુ આવી ઘટનાઓ વિશે ક્યારે વાત કરીશું!
રાજકોટના ટીઆરપી ગેમઝોન, સુરતની તક્ષશીલા કાંડ જેવી કોઈ ઘટના બને અને વિરોધ થાય તો આ ઘટના પણ વિરોધ થવો જોઈએ...કમનસીબે મોટી દૂર્ઘટનાઓમાં લોકોને બોલતા બંધ નથી કરી શકવાના.. જ્યારે અહીંયા એમના મોઢા ક્યારેક દબાણથી તો ક્યારેક શોષણથી, તો ક્યારેક પૈસા આપીને પણ બંધ કરી દેવાશે.... મજૂર વર્ગનો ઇતિહાસ તપાસીએ તો સમજાય કે વર્તમાન સમયે તેમના ભાગે આવેલી બદહાલી તેમની કાયમી સ્થિતિ રહી છે. કામના નિયત કરતાં વધુ કલાકો, ન્યૂનતમ દર, સ્થાયી લાભ અને સુરક્ષાનો અભાવ, કાળી મજૂરી અને આકરાં જોખમો મજૂર વર્ગને સતત પીડતાં રહ્યાં છે. શોષણનો ભોગ બનવું એ તેમનું સ્થાયી દુર્ભાગ્ય બની ચૂક્યું છે. એમાં ય વર્તમાન સમયે સર્જાઈ છે તેવી સ્થિતિ જો સર્જાય ત્યારે તો તેઓની બદહાલીમાં ઓર વધારો થાય છે. લાખોની સંખ્યામાં હોવા છતાં અને સમાજ તથા અર્થવ્યવસ્થાનો પાયો હોવા છતાં તેઓને આવા કપરા કાળમાં કારમી રઝળપાટ કરવી પડે છે...મજૂર વર્ગની આ સ્થિતિમાં પરિવર્તન આણવા, તેમના અધિકારો અને કામસંબંધી કાયદાઓ ઘડવા માટે અનેક વખત આંદોલન થયાં છે. પહેલી મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિન’ પણ આવી જ એક ઘટનાની સ્મૃતિમાં ઊજવાય છે.... ઔધ્યોગિક ક્રાંતિએ દુનિયામાં ઘણા પરિવર્તનો લાવ્યા છે પરંતુ તે ક્રાંતિ કામદારોના શોષણ પર વિસ્તરી હતી તે ભૂલાઈ ગયું છે. લોઢા સાથે બાથો ભરતા શ્રમિકોને આંતેડા કકળી જાય જ્યારે તેમના ભાગે આખા દિવસની કાળી મજૂરી કર્યા પછી પાંચસો રુપિયા દિહાડી આવે.... છતાંય હંમેશા ખુશ રહી હસતો રહીને કામ કરતો રહે છે..... નહીંતર એના જીવનમાં તો વ્યવસાયિક જોખમ અને અસલામત કામના લીધે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને મજૂરો મરે છે. દેશમાં ઔધ્યોગિક શાંતિના છદ્માવરણ તળે કામદારોનું શોષણ દટાયેલું રહે છે. પણ આપણે ચર્ચા એટલે નથી કરતા કે એ નાનો માણસ છે... રોજનું રોજ કમાય છે... રોજ ખાય છે.... પણ આપણે એ બિલકુલ ન ભુલવુ જોઈએ કે આ દેશનો નાગરિક પણ છે... કોઈપણ માણસ પાસેથી તમે એનું નાગરિકત્વ કેવી રીતે છીનવી શકશો.... અને એક ક્રાંતિ આપણા વિચારોમાં પણ લાવવાની છે..