સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.
આજે ૧૦ વર્ષ અને ૧૩ વર્ષની ઉંમરના બાળકો પુખ્ત થાય તે પહેલા જ ગંભીર ગુનાઓમાં હવે જેલમાં જઈ રહ્યા છે . હવે આપણા બાળકોમાં એ બાળપણ ખતમ થઇ રહ્યું છે. વાત કરીએ , અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલની કે જ્યાં , ધોરણ ૮ના વિદ્યાર્થીએ એક ધારદાર સાધનથી ધોરણ ૧૦ના વિદ્યાર્થીને ઘા માર્યા અને પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે. તો હવે અમદાવાદના આ વિસ્તારમાં ઘટનાના ખુબ ઘેર પ્રત્યાઘાત પડ્યા છે . આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.
ખોખરા, ઇસનપુર , મણિનગર , કાંકરિયા સહિતની તમામ દુકાનના વેપારીઓ દ્વારા વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ રૂપે બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત , પોલીસની ટિમ અલગ અલગ સ્કૂલોમાં ચેકીંગ માટે પહોંચી છે. DEOની ટિમ પણ સેવન્થ ડે સ્કૂલ પર તપાસ માટે પહોંચી છે . હાલમાં મણિનગર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે . સિંધી સમાજ દ્વારા , આજે 21mi ઓગસ્ટના રોજ મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ અને આસપાસની દુકાનો બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આવો જાણીએ આ આખી ઘટના શું હતી? અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થોડા દિવસ અગાઉ 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી. આ તકરાર બાદ પણ અવારનવાર આ વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતી હતી. આ પછી ધોરણ-8ના વિદ્યાર્થીએ શાળાની બહાર ધોરણ-10ના વિદ્યાર્થીને ધારદાર વસ્તુથી ઘા માર્યા હતા . આ હુમલા બાદ ઘાયલ થયેલા ધોરણ-10 વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હવે શાળામાં વિદ્યાર્થીના મૃત્યુ સંદર્ભે વાલીઓએ હોબાળો મચાવી દીધો છે. વિદ્યાર્થીના પરિવાર અને સમાજના સભ્યો શાળામાં ધસી ગયા હતા. મૃતક વિદ્યાર્થીના સગાઓએ શાળામાં પ્રિન્સિપાલ અને શિક્ષકોને માર માર્યો હતો. વાલીઓએ શાળાની પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ હુમલો કરનાર વિદ્યાર્થી પર અગાઉ 2 વાર નાની-મોટી ફરિયાદો શાળામાં થઈ ચૂકી છે. વિદ્યાર્થીના મૃત્યુ બાદ સ્કૂલની બેદરકારીની હકીકતો સામે આવી હતી . કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે , ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દોડીને સ્કૂલના કેમ્પસમાં આવ્યો હતો પણ કોઈ ગાર્ડ કે શિક્ષકોએ હાજર હોવા છતાં મદદ નહોતી કરી . અંતે તેનો એક મિત્ર તેને રિક્ષામાં હોસ્પિટલમાં લઇ ગયો હતો. હવે ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરેલ છે સાથે જ સગીર વિદ્યાર્થીની અટકાયત પણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.