અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે.
થોડાક સમય અગાઉ , અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૮ના વિદ્યાર્થીએ ધોરણ ૧૦ના વિદ્યાર્થી પર ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ઝગડો થતા , ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો. જેમાં ધોરણ ૮ના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે . જેનાથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે . સેવન્થ ડે સ્કૂલમાં આ જે ઘટના બની તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે . ક્રાઇમ બ્રાન્ચ દ્વારા , શાળાના CCTV ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે . તેના કારણે હકીકત એ બહાર આવી છે કે , પ્રથમ દ્રષ્ટિએ , શાળાની ખુબ મોટી બેદરકારી છે . બે વસ્તુ ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવી છે કે , એ ઘાયલ વિદ્યાર્થી જયારે શાળાની અંદર આવ્યો ત્યારે તેને કોઈ પણ તાત્કાલિક સારવાર કે મદદ શાળાના તંત્ર તરફથી મળી નહોતી. આ ઉપરાંત સેવન્થ ડે સ્કૂલના પ્રશાસન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે , તેમણે આ આખી ઘટનામાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે . હવે ક્રાઇમ બ્રાન્ચ આના આધારે , શાળા પ્રશાસનની સામે કોર્ટની મંજૂરી લઇને ફરિયાદ નોંધશે. જો આ ફરિયાદ નોંધવામાં આવશે આ ઘટનામાં કુલ ૩ ફરિયાદો થઇ જશે.
૧) એક ફરિયાદ જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી એ બાબતે ફરિયાદ નોંધાઈ છે.
૨) આ ઉપરાંત બીજી ફરિયાદ શાળા પ્રશાસન દ્વારા ટોળા સામે નોંધાવવામાં આવી છે .
૩) હવે શાળા પ્રશાસનની વિરુદ્ધમાં આ ફરિયાદ નોંધાય તો , કુલ ત્રણ ફરિયાદ થઈ જશે .
જ્યારથી , આ ઘટના બની છે ત્યારથી , શાળાનું તંત્ર શાળામાંથી ગાયબ છે . તેમણે શાળામાં ફરકવાની તસ્દી પણ નથી લીધી. હવે આ આખું શાળા પરિસર પોલીસના હવાલે છે . માટે હવે આગળ શું થશે તેને લઇને વાલીઓ પણ ચિંતિત છે. આ ઘટનાની જાણકારી શાળાએ ન તો DEOને આપી છે કે પછી પોલીસ પ્રશાશનને આપી છે. બીજી બાજુ , વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં થયેલી મારામારી અને તોડફોડ મામલે પોલીસે ૫૦૦થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. સ્કૂલના એડમીન મયૂરિકા પટેલે કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલને આ તોડફોડથી ૧૫ લાખનું નુકશાન થયું છે . આ ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે , ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દોડીને સ્કૂલના કેમ્પસમાં આવ્યો હતો પણ કોઈ ગાર્ડ કે શિક્ષકોએ હાજર હોવા છતાં મદદ નહોતી કરી . અંતે તેનો એક મિત્ર તેને રિક્ષામાં હોસ્પિટલમાં લઇ ગયો હતો.