પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .
પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે હાલમાં ખબર આવી છે કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજુર કરવામાં આવી છે . ગુજરાત હાઇકોર્ટે ભુપેન્દ્ર સિંહ ઝાલાને શરતોને આધીન જામીન આપ્યા છે . વાત કરીએ , આ શરતોની તો , જેમ કે , રોકાણકારોને નિયમિત નાણાં ચુકવણીની બાહેંધરી આપવામાં આવી છે. પ્રથમ તબક્કે , ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા , ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ૫ કરોડ જમા કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત , રોકાણકારોને પૈસા પરત આપવા માટે પણ પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીની રકમ સરખા 9 હપ્તામાં જમા કરાવવામાં આવશે. આમ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં ચૂકવી દેવાશે.આ શરતોને આધીન પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે . હવે ૮ મહિનાથી વધુનો જેલવાસ ભોગવીને , ભુપેન્દ્ર સિંહ ઝાલા બહાર આવશે . વાત કરીએ બીઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની તો એમનાં પર સેબી કે આરબીઆઈની પરવાનગી વગર, પોન્ઝી સ્કીમ અને એમ એલ એમ એટલે કે મલ્ટિ લેવલ માર્કેટીંગની અલગ અલગ સ્કીમ ચલાવવાનો આરોપ છે, આવી સ્કીમ ચલાવવા પર ભારતમાં પ્રતિબંધ હોવાથી આ ઈકોનોમિક ઓફેન્સમાં ગણાય છે.