દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .
દેદિયાપાડાના MLA ચૈતર વસાવા છેલ્લી ૫મી જુલાઈથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે પરંતુ, જયારે તેઓ નીચલી કોર્ટમાં જામીન માટે અપીલ કરે છે ત્યારે આ જામીન અરજી ફગાવવામાં આવે છે. તો તે પછી દેદિયાપાડાના MLA ચૈતર વસાવાએ હવે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી માટે અપીલ કરી હતી. પરંતુ કોઈ ને કોઈ કારણોસર ગુજરાત હાઇકોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી ટળી જાય છે. કોઈક વાર , સરકારી વકીલ જવાબ નથી આપી શકતા તો , ક્યારેક MLA ચૈતર વસાવાના પોતાના વકીલ પણ સમય માંગી લે છે . તો હવે ગુજરાત હાઇકોર્ટમાં વકીલોની હડતાળના કારણે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે.
આ પેહલા , ૧૩મી ઓગસ્ટ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હતી પરંતુ તે પછી હવે , હવે આજના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે. કેમ કે , ચૈતર વસાવાના વકીલો પણ કોર્ટરૂમમાં સુનાવણીથી અળગા રહેશે. આ પહેલાં નીચલી કોર્ટ અને સેસન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, ત્યારબાદ AAP નેતાએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે વાત કરીએ , આખી ઘટનાની તો , નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5 જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.