મધ્યપ્રદેશમાં એક જ પરિવારના ચાર સભ્યોએ આ કારણે ટૂંકાવ્યું જીવન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-13 17:37:52

એક નાનકડી ભૂલની સજા પરિવારને ઘણી વખત બહુ મોંઘી પડી જતી હોય છે. એટલી મોંઘી કે આત્મહત્યા કરવા પરિવાર મજબૂર બની જતા હોય છે. અમે વાત કરી રહ્યા છે એ ઘટનાની જે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી સામે આવી છે. બે બાળકો સહિત પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યા કરવાની પાછળનું કારણ દેવું બતાવવામાં આવી રહ્યું છે. એ દેવું જે એમણે ઓનલાઈન કંપનીથી લીધું હતું. કંપની પાસેથી લીધેલી લોનનું દેવું એટલું બધું વધી ગયું કે લોનની રકમ સમય પર જમા કરાવી શકતા ન હતા. ધીરે ધીરે દેવું બહુ વધી ગયું અને અંતે પરિવારના સભ્યોએ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું.

अमेरिका

પરિવારના ચાર સભ્યોએ કરી આત્મહત્યા 

खुशी-खुशी हम अपने परिवार के साथ जी रहे थे. कोई परेशानी या किसी बात की चिंता नहीं थी. लेकिन अप्रैल में मेरे वाट्सऐप पर एक मैसेज आया. इसमें ऑनलाइन काम करने का ऑफर था. यही मैसेज दोबारा टेलीग्राम पर आया. थोड़े से पैसे और अपनी  रूरतों के चलते मैं इसके लिए तैयार हो गया. ज्यादा समय भी नहीं देना था, इसलिए काम शुरू कर दिया. शुरू में थोड़ा फायदा हुआ, लेकिन धीरे-धीरे दलदल में फंसता चला गया. આ વાક્ય છે મૃતકે પોતાના સ્યુસાઈડ નોટમાં લખેલા છે. પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી લીધી. આ મામલે મળતી માહિતી અનુસાર કોલંબિયા બેસ્ડ ઓનલાઈન કંપની માટે કામ કરવા લાગ્યા, નુકસાન થતા એ જ કંપનીથી લોન લીધી. લોનનું પેમેન્ટ સમય પર તે કરી શકતા ન હતા. જેને લઈ દેવું વધતું જઈ રહ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે વધતી લોનના રકમને કારણે પરિવારના સભ્યોએ આ પગલું ઉઠાવ્યું. 

अमेरिका

अमेरिका

अमेरिका

લોનની ચૂકવણી ન કરાતા મળતી હતી ધમકી 

આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોના ઘરેથી એક પત્ર પણ મળ્યો છે. પત્રમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે પરિવારના મુખ્યસદસ્યને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં કંપનીમાં કામ કરવા માટે ઓફર આપવામાં આવી હતી. તે બાદ આવો મેસેજ તેને ટેલીગ્રામ પર પણ આવ્યો જેને લઈ તે કામ કરવા તૈયાર થઈ ગયા. કંપની માટે કામ કરવાનું શરૂ કરી દીધું. પહેલા થોડો ફાયદો થયો પરંતુ તે ધીરે ધીરે આ દલદલમાં ફસાતો ગયો. પૈસા ખતમ થઈ જતા કંપનીએ તેને લોનની ઓફર કરી. એક પછી એક અનેક લોન આપી. ધીરે ધીરે કંપની પાસેથી લોનની મોટી જાળમાં ફસાતો ગયો. જ્યારે લોનની ચૂકવણી ન થઈ તો તેને ધમકી મળવા લાગી. તેમના ફોટોનો દુરૂપયોગ કરવામાં આવ્યો, જ્યારે આમાં બચવાના રસ્તો ન મળ્યો ત્યારે પરિવારના મુખ્ય સદસ્યે, પત્ની તેમજ બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી. આ મામલે પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.         



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.