જયારે પત્નીએ કોફીમાં ઝેર ભેળવીને પતિને આપ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-28 17:58:17

જેમ રથને ચલાવવા માટે બે પૈડાના સંતુલનની જરૂર પડે છે તેમ સાંસારિક રથને ચલાવવા માટે પતિ અને પત્નીના સંબંધોમાં સંતુલન ની જરૂર પડે છે . પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં પત્નીએ પતિની કોફીમાં ઝેર ભેળવીને આપી દીધું . આ પછી પતિને હોસ્પિટલ લઈ જવાયો . હવે પત્ની પર  પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે . આ ઘટના છે ઉત્તરપ્રદેશ રાજ્યના મુજફ્ફરનગરના ખતોલીની.  

यूपी में हैरान करने वाली घटना, पत्नी ने पति को कॉफी में दिया जहर, सामने आई  वजह - Shocking incident in Muzaffarnagar, wife gave poison to husband in  coffee, reason revealed -

દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ તેનો જિલ્લો મુઝફ્ફરનગર ત્યાંનું ખતોલી શહેર કે જ્યાં ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. વાત એવી છે કે, બે વર્ષ પેહલા અનુજ શર્મા નામના યુવકના લગ્ન ગાઝીયાબાદની યુવતી પિંકી સાથે થયા હતા . લગ્નના થોડાક સમયમાંજ એટલેકે બે મહિના પછી અનુજ અને પિંકી વચ્ચે વિવાદો થવા લાગ્યા . પિંકી પર આરોપ લગાવવામાં આવ્યો કે તે ફોન પર બીજા કોઈ છોકરા સાથે વાત કરતી હતી . આ લઇને પિંકી અને અનુજ વચ્ચે દર વખત ઝગડો થતો હતો . અનુજ મેરઠ જિલ્લાની એક હોસ્પિટલમાં નોકરી કરે છે.   અનુજની બહેન મીનાક્ષીની કેહવું છે કે, જયારે અનુજ નોકરી પર હોય ત્યારે પિંકી એક છોકરા સાથે કલાકોના કલાકો ફોન પર વાત કરતી હતી .  અનુજની બહેન મીનાક્ષીએ કહ્યું કે , એક દિવસ અનુજે પિંકીનો ફોન છીનવી લીધો ને તે છોકરાનો ફોટો અને મેસેજ જોયા. આ પછી અનુજને ખબર પડી કે , પિંકી જે છોકરા સાથે ફોન પર સતત વાત કરતી હતી તે તેનો ભાણિયો હતો . આ પછી પિંકીએ અનુજને જણાવ્યું કે લગન પેહલા તે છોકરાને પ્રેમ કરતી હતી. જોકે લગન પછી આ સબંધ માત્ર દોસ્તીનો રહી ગયો. હવે તે તેની સાથે માત્ર  વાત કરે છે . આ બાબતને લઇને પિંકી અને અનુજ વચ્ચે મારામારી થવા લાગી . સાથે જ અનુજના પરિવારનો આરોપ છે કે , પિંકી બે ત્રણ મહિના પેહલા પોતાના પિયરમાં જતી રહી હતી . તે દરમ્યાન પિંકીએ અનુજની વિરુદ્ધમાં મારપીટની ફરિયાદ પણ દાખલ કરી હતી . આ પછી મહિલા પોલીસ સ્ટેશનમાં બેઉ પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ થયું હતું . 

Muzaffarnagar Poisonous Coffee Case: क्योंकि अपने भांजे से प्यार करती थी  पिंकी इसलिए उसने पति अनुज की कॉफी में मिलाया जहर, मामले को जान चौंक जाएंगे  - Because Pinky ...

હવે પિંકી પર આરોપ છે કે , ૨૫ માર્ચના દિવસે ઘરે આવી . આ પછી તેણે કઈંક ઝેર કોફીમાં મિલાવીને અનુજને પીવડાવી દીધું . આ પછી અનુજની હાલત નાજુક થઇ ગઈ અને પછી તેમને મેરઠની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા . અનુજની મોટી બહેન મીનાક્ષીનું કેહવું છે કે , પિંકીએ મેરઠના સૌરભ હત્યાકાંડને જોઇને આ ગુનાખોરી આચરી છે.  જોકે હવે પોલીસે પત્નીની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. એક વસ્તુ ચોક્કસ છે કે , દામ્પત્ય જીવનમાં સહનશક્તિ હોવી જ જોઈએ . એકબીજાને સમજવા જરૂરી છે . સિવાય કે ઉગ્ર બોલાચાલી કે પછી હિંસા કરવી .  આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું . 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .