વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું 'ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં કાલે અમારી સરકાર હશે'


  • Published By :
  • Published Date : 2023-01-17 14:53:40

દિલ્હી વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ત્રણ દિવસીય સત્રનો આજે બીજો દિવસ છે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં હંગામો થયો હતો જે બાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ગઈકાલે પણ ભાજપના વિધાયકોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે વિધાનસભામાં કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. સત્ર દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગવાન ઈચ્છશેતો કેન્દ્રમાં અમારી સરકાર હશે.

  

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ 

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત બહાર આવ્યો છે. ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિનલેન્ડ જવાની પરવાનગી એલજી દ્વારા ન આપવામાં આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. સદનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે સદનમાં ભારી મનથી આજે આ વાત કરી રહ્યું છું. કોઈ પણ રાજ્યની ચૂંટાયેલી સરકાર, સરકારને ચલાવી જોઈએ કે પછી એલજી સાહેબથી ચાલવી જોઈએ. આ એક ગંભીર મુદ્દો છે. 


એલજી પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર 

ટીચર્સના ચાલતા વિવાદને લઈને અરવિંદ કેજરીવાલ એકદમ આક્રામક દેખાયા હતા. એલજી પર પ્રહાર કરતા તેમણે પૂછ્યું કે બેગાની શાદીમેં અબ્દુલા દીવાના. આ એલજી ક્યાંથી આવ્યા છે? કોણ છે એલજી કઈ વાતનો એલજી?   


ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં અમારી સરકાર હશે - કેજરીવાલ 

વધુમાં તેમણે કહ્યું કે સમય બહુ બલવાન છે. કોઈ પણ વસ્તુ પરમનેંટ નથી રહેતી. બહુ બધી સરકાર આવી અને બહુ બધી સરકાર જતી પણ રહી. પરિસ્થિતિ એક સરખી નથી રહેતી. શું ખબર દિલ્હીમાં અમારી સરકાર ન હોય અને કેન્દ્રમાં અમારી સરકાર હોય, પરંતુ અમારા એલજી આવી રીતે દિલ્હી સરકારને હેરાન ન કરતા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે