ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .
આખી ઘટના એમ છે કે , કચ્છ જિલ્લાનું ભુજ જ્યાં , આરોપી તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ૩ - મયુરસિંહ અજીતસિંહ સોઢાની થોડાક સમય પેહલા ભ્રષ્ટાચારના કેસમાં ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી . કેમ કે , આ મહાશય દ્વારા ફરિયાદી પાસેથી દેશીદારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહિ કરવાની અવેજીમાં ૪૦૦૦ રૂપિયા માંગવામાં આવ્યા હતા . પરંતુ આરોપી મયુરસિંહ તો ગુન્હામાં અગત્યનો પુરાવો તેવી ફિંનોપ્થેલીન પાવડરવાળી નોટો પોતાના મોઢામાં ચાવી કાઢેલ. આ પછી આ નોટોને આરોપી મયુરસિંહના મોઢામાંથી બહાર કઢાવેલ તે પછી DNA PROFILE પરીક્ષણ કરાવવામાં આવેલ. તે પછી હવે નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપી મયુર સિંહને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ , ૧૯૮૮ અંતર્ગત પાંચ વર્ષની સખત કેદની સજા કરેલ છે. આમ હવે ACBના ઇતિહાસમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થયેલ છે જેનાથી અન્ય ભ્રષ્ટ કર્મીઓ સતર્ક થઇ જાય.