વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની સભામાં થયો પથ્થરમારો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-09 11:36:33

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો . 

Gujarat By Election : AAP ने विसावदर उपचुनाव के लिए गोपाल इटालिया को  उम्मीदवार किया घोषित - Panchayat Times

આ સમગ્ર ઘટના મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે , " આજની સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક, તેમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસીર મેતરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમાર્યો છે અને કોર્પોરેટર કમલેશ રીબડીયાના પુત્રે ગાળાગાળી કરી હતી છે. ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયાં ત્યારે પણ અધિકારી હાજર નહોતા. એક કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપમાંથી ફોન ન આવે ત્યાં સુધી અધિકારીઓ કામ પર નહીં આવે. સીએમ. સી.આર. પાટીલ અને ઉમેદવાર કિરીટ પટેલના નામે આક્ષેપ ઇટાલિયાએ પ્રશ્ન કર્યો કે, આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી? કિરીટ પટેલની દલાલી કરનારા લોકોને અમારો મેસેજ છે કે સુધરી જજો." આ ઘટનાને લઇને ગોપાલ ઈટાલીયાએ તેમના સોશ્યિલ મીડિયા પર એક વિડિઓ પણ બનાવ્યો છે . 

जानिए कौन हैं युवराज सिंह जडेजा? जिनकी एक आवाज पर हजारों छात्र हो जाते हैं  इकट्ठा, अब हुए गिरफ्तार - who is yuvraj singh jadeja arrested by gujarat  police ntc - AajTak

આ હુમલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપતાં જણાવ્યું કે, "જીવાપરાની સભામાં અસામાજિક તત્વો મનમાનીથી બોલી રહ્યાં હતાં અને કાકરીચાળો પણ કર્યો હતો. અહીં લોકશાહી ન ચાલતી હોવાનું લાગી રહ્યું છે. પરંતુ આવનાર દિવસોમાં વિસાવદરની જનતા આવી હરકતોનો જવાબ જરૂર આપશે." 

તો હવે આ બાબતે વિસાવદરના ACPની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે , " ૮ તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભા હતી . તે પછી સભા પતી આ પછી ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકર્તાના ઘરે ચા પાણી પીવા જતા હતા ત્યારે તેમને અપશબ્દો કહેવામાં આવ્યા હતા . જેમાં ત્રણ વ્યક્તિઓની ઓળખ થઇ છે જેમની વિરુદ્ધમાં તપાસ ચાલુ છે. "  

વિસાવદરની પેટાચૂંટણી માટે જોરદાર માહોલ ગરમાયો છે . થોડાક સમય પેહલા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા . હવે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ત્યાં જાહેરસભા કરી છે . આ બેઠક પર મતદાન ૧૯મી જૂનના રોજ થશે જયારે ૨૩મી જૂનના રોજ પરિણામ આવશે . તો હવે જોઈએ પરિણામ કોની ફેવરમાં આવશે . 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે