બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ગુરુવારે નિધન થયું તેમના નિધન બાદથી દુનિયાભરના દેશોમાં શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ તેમના નિધનને મોટું નુકસાન ગણાવતા શોક વ્યક્ત કર્યો છે. આ બધા વચ્ચે એક એવો વ્યક્તિ પણ જોવા મળ્યો છે જે એલિઝાબેથના નિધનની ઉજવણી કરી રહ્યો છે. આ વ્યક્તિ આર્જેન્ટિનાની એક ટીવી ચેનલનો એંકર છે. જેણે ટીવી પર આ ઉજવણી કરી.
હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે
આ વ્યક્તિ આર્જેન્ટિનાની એક ટીવી ચેનલનો એંકર છે. જેણે ટીવી પર આ ઉજવણી કરી. આ સેલિબ્રેશનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો આ એંકરની ખુબ ટીકા કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ એંકરનું નામ સેન્ટિયાગો કુનેઓ છે. તે ટીવી શો દરમિયાન એલિઝાબેથના નિધનની ખબર મળ્યા બાદ ખુબ ખુશ થઈ જાય છે






.jpg)








