તો શું ભારત અને યુએસ વચ્ચે વ્યાપારી કરારો પાક્કા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-27 14:44:43

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે.

Donald Trump: Presidency, Family, Education | HISTORY

 ભારતનું પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલને લઇને ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. ૯મી જુલાઈ ડેડલાઈન છે . તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસ ખાતે જે "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમ યોજાયો હતો તેમાં નિવેદન આપ્યું છે કે , " દરેક વ્યક્તિ સોદો કરવા અને તેનો ભાગ બનવા માંગે છે. થોડા મહિના પહેલા પ્રેસવાર્તામાં કહ્યું હતું, 'શું તમારી પાસે કોઈ રસપ્રદ સોદા છે? સારું, અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમારી પાસે કેટલાક મહાન સોદા ચાલી રહ્યા છે. હવે અમારો ભારત સાથે એક કરાર થવા જઈ રહ્યો છે. ખૂબ જ મોટો સોદો. અમે બધા સાથે ડીલ નથી કરવાના. અમે ફક્ત કેટલાક લોકોને એક પત્ર મોકલીશું, જેમાં લખેલું હશે, ખૂબ ખૂબ આભાર. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. અમેરિકાએ તાજેતરમાં ચીન સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે ભારત સાથે પણ કંઈક આવું જ થવાનું છે. " ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં વ્યાપારને $ ૫૦૦ બિલિયન સુધી લઈ જવાનો છે. ભારતનું પ્રતિનિધિમંડળ ફરી એકવાર વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે . લાગે છે કે , ૯મી જુલાઈ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થઈ શકે છે .બેઉ દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં માર્કેટ એક્સેસ એ ખુબ જ સ્ટીકી પોઇન્ટ છે. તેનું એક કારણ એ છે કે , અમેરિકાને ભારતમાં પોતાની કૃષિ પેદાશોની નિકાસ કરવી છે. તેમાં મુખ્યત્વે સોયા અને મકાઈનો સમાવેશ થાય છે. આ સોયા અને મકાઈની ખુબ મોટાપાયે અમેરિકા ચીનમાં નિકાસ કરે છે. એટલુંજ નહિ યુએસ ભારતમાં પોતાના સફરજનની નિકાસ કરવા પણ માંગે છે. 

India-US trade deal: New Delhi's trade surplus with Washington may shrink  as bilateral trade deal nears finalisation - Report - Times of India

આપને જણાવી દયિકે , ભારતમાં ૭૫ ટકા કરતા વધારે સફરજન જમ્મુ કાશ્મીર રાજ્યમાં પેદા થાય છે. જમ્મુ કાશ્મીરના સફરજનની ખુબ મોટા પાયે નિકાસ વિદેશોમાં પણ થાય છે.  ભારત દુનિયામાં સૌથી મોટું ખાદ્ય તેલની આયાત કરનારો દેશ છે. આપણે હાલમાં તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત કરીએ છીએ.  ભારત મોટી સંખ્યામાં ક્રૂડ ઓઇલની પણ આયાત કરે છે , તેમાં પણ હવે યુએસમાંથી ક્રૂડ ઓઈલની આયાત વધતી જાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમેરિકામાંથી થતી આયાતમાં ૧૧.૪૯ ટકા જેટલો વધારો નોંધાયો છે.  10 જૂનના રોજ વાટાઘાટોના સમાપન સમયે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા એક વાજબી અને સમાન વેપાર કરાર પર પહોંચવાની પ્રક્રિયામાં છે જેનો લાભ બંને અર્થતંત્રોને થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ , ૨જી એપ્રિલના રોજ ૧૦૦ દેશો પર પારસ્પરિક ટેરીફની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં  કહ્યું હતું કે ,  'આજે મુક્તિ દિવસ છે, જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું.' જોકે, 9 એપ્રિલના રોજ, તેમણે ચીન સિવાયના તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખ્યા. બાદમાં, ચીનને પણ ટેરિફમાંથી રાહત આપવામાં આવી હતી અને હવે ચીન સાથે લંડન ટોલ્ક્સના અંતે વ્યાપારી સોદાને અંતિમ સ્વરૂપ અપાયું છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ દેશોની મિટિંગમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. ક્વાડ દેશોમાં ભારત , ઓસ્ટ્રેલિયા , જાપાન અને અમેરિકા તેના સભ્યદેશો છે. ક્વાડ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસીફીકનો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે