ગુજરાતના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં વધારો… વિપક્ષનો વિરોધ સરકાર સામે સવાલ!


  • Published By : Admin
  • Published Date : 2025-02-27 19:11:57



આમતો સામાન્ય માણસ મોંઘવારીથી પરેશાન છે પણ મોંઘવારીનો માર તો જાણે મંત્રીઓને જ પડતો હોય એમ સરકારે મંત્રીઓના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કર્યો છે . હવે આ મુદ્દે વિપક્ષ જબરજસ્ત વિરોધ કરી રહી છે 



મંત્રીઓના ભથ્થામાં કેટલો વધારો?


ગુજરાત સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમમાં સુધારા કરીને ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા (સુધાર) નિયમો 2025, લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે નવા નિયમોને ગેઝેટમાં પ્રસિદ્ધિ આપી છે. બીજી તરફ, રાજ્યમાં મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે જે બાદ તેનો વિરોધ વિપક્ષના નેતાઓએ પણ કર્યો છે રાજ્ય સરકારના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મંત્રીઓને હોટલ અથવા લોજ સિવાય અન્ય જગ્યાઓરોકાણ અને ખાનપાન સહિતના ભથ્થામાં ત્રણ કેટેગરી વાઈઝ વધારો કરાયો છે. એટલે જાહેર કરાયેલા ગેઝેટ મુજબ, રાજ્યના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં શહેરોની X, Y અને Z વર્ગની કેટેગરી પાડવામાં આવી છે જેમાં X વર્ગમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા મહાનગરો, Y કેટેગરીમાં વડોદરા, રાજકોટ અને Z કેટેગરીમાં અન્ય શહેરો છે  મંત્રીઓના ભથ્થાની વાત કરીએ તો, કોઈ મંત્રી મુસાફરી દરમિયાન હોટલ અથવા લોજ સિવાયની અન્ય જગ્યાએ રોકાણ કરે તો તેમને X વર્ગના શહેરમાં દૈનિક 1000 રૂપિયા, Y કેટેગરીના શહેરમાં 800 રૂપિયા અને Z કેટેગરીના શહેરમાં 500 રૂપિયા દૈનિક ભથ્થું ચૂકવવાશે.





વિપક્ષનો વિરોધ! 

મંત્રીઓને તો  ભથ્થા ચૂકવસે પણ આ મુદ્દે વિપક્ષનો જબરજસ્ત વિરોધ છે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતની ભાજપ સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે. સરકારની આ જાહેરાત ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે. એક તરફ, ગુજરાતમાં 89,000ના દેવા સાથે બાળક જન્મે છે, ત્યારે બીજી તરફ મંત્રીઓને સર્કીટ હાઉસ અને બીજી સુવિધાઓ નજીવા દરે મળે છે. જરાતના 3.54 કરોડ ગુજરાતીઓ સસ્તા અનાજ પર આધારીત છે. રાજ્યમાં 78 લાખ પરિવાર ગરીબી રેખા નીચે જીવે છે. રાજ્યની સ્થાપના સમયે રવિશંકર મહારાજે કહ્યું કે, નેતાઓ પોતે સેવાની ભાવનાથી કામ કરે અને જાહેર રૂપિયાનો દુરુપયોગ અટકાવે છે. જો આ વાક્યને મંત્રીઓ અનુસરે તો જાહેર જનતા માટે કામ થાય.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે