ઉત્તરભારતના રાજ્યોમાં વધતો ઠંડીનો કહેર, વધતી ઠંડીને કારણે ઘટતી વિઝિબિલિટી


  • Published By :
  • Published Date : 2023-01-09 10:29:51

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું છે. ઠંડીનું પ્રમાણ વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ એકદમ ઘટી ગઈ છે. જેને લઈ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.


હવામાન વિભાગે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું 

સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોના લોકો સખત ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. વધતી ઠંડીને કારણે હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં  આવ્યું છે. 


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘટતી વિઝિબિલિટી

એક તરફ ઠંડીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વધતા ધુમ્મસને કારણે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. ધુમ્મસને કારણે લોકો લાઈટ ચલાવી ડ્રાઈવિંગ કરી રહ્યા છે. દિલ્હીમાં તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો 1.9 ડિગ્રી નોંધાયો હતો જ્યારે પંજાબનું તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું. વિઝિબિલિટી ન હોવાને કારણે અનેક ફ્લાઈટને ડાઈવટ પણ કરવામાં આવી છે. ઉપરાંત અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી આવી રહી છે અનેક ટ્રેનો તો કેન્સલ કરવામાં આવી છે. 


શાળાઓમાં રજા જાહેર કરાઈ 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર થોડા દિવસો આવા જ રહેશે. ઉત્તરભારતમાં શીત લહેરનો અનુભવ થશે. ઠંડીને કારણે અનેક રાજ્યોએ શાળાઓમાં વેકેશન જાહેર કરી દીધું છે. ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા તેની અસર બીજા રાજ્યો પર પણ પડી રહી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે