ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ આજે રવિવાર, 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. ઓસ્ટ્રેલિયન ટીમની ભયંકર બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહોતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. સીન એબોટે 3 વિકેટ જ્યારે નાથન એલિસે 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે 11 ઓવરમાં 118 રનનો ટાર્ગેટ ચેઝ કરી મેચ જીતી લીધી હતી.
26 ઓવરમાં 117 રન બનાવી ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર 30નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરતી વખતે પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ માત્ર 26 ઓવરમાં 117 રન બનાવીઓલઆઉટ થઈ ગઈ હતી. આ નિરાશાજનક બેટિંગ દરમિયાન ભારતીય ટીમે એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે.
મિચેલ સ્ટાર્ક સામે ટીમ ઈન્ડિયા ધરાશાઈ
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી વનડેમાં અડધી ભારતીય ટીમ 10 ઓવર અને 50 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ભારતની પ્રથમ પાંચ વિકેટ કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાના રૂપમાં પડી હતી. આ શરમજનક બેટિંગ સાથે ભારતે ફરી એકવાર ચેન્નાઈ સ્ટેડિયમમાં 11 વર્ષ પહેલા બનાવેલા અનિચ્છનીય રેકોર્ડનું પુનરાવર્તન કર્યું હતું. ભારત સામે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું હતું. તેણે 8 ઓવરમાં 53 રન આપીને 5 કીમતી વિકેટ લીધી હતી.
2012માં પાકિસ્તાન સામે નોંધાયેલા રેકોર્ડનું પુનરાવર્તન
આજથી બરાબર 11 વર્ષ પહેલા ચેન્નાઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ODI મેચમાં પણ ભારતીય ટીમની બેટિંગ આવી જ રીતે ફ્લોપ રહી હતી. તે મેચમાં પણ ટીમ ઈન્ડિયા માત્ર 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર જુનૈદ ખાને ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા.
 
                            
                            






.jpg)









 
 
                                     
 
                                     
 
                                    